
કોપીરાઇટના માલિકો કાયૅવાહીમાં પક્ષકારો હોવા બાબત
(૧) સુવાંગ પરવાનગી ધરાવનારે દાખલ કરેલ કોપીરાઇટના ભંગને લગતા દરેક દીવાની દાવા કે બીજી કાયૅવાહીમાં કોપીરાઇટના માલિકને કોટૅ અન્યથા ફરમાવે નહિ તો પ્રતિવાદી બનાવવામાં આવશે અને આવા માલિકને પ્રતિવાદી બનાવવામાં આવે ત્યારે તેને સુવાંગ પરવાનગી ધરાવનારના દાવાને પડકારવાનો હક રહેશે. (૨) સુવાંગ પરવાનગી ધરાવનારે દાખલ કરેલ કોપીરાઇટના ભંગને લગતો કોઇ દીવાની દાવો કે બીજી કાયૅવાહી સફળ થાય ત્યારે કોપીરાઇટના માલિકના સૂચનથી તે જ દાવાના કારણ માટે કોઇ નવો દાવો કે બીજી કાયૅવાહી થઇ શકશે નહિ.
Copyright©2023 - HelpLaw