
કોપીરાઇટના કે આ અધિનિયમથી મળેલા બીજા હકોના ભંગનો ગુનો
જે કોઇ વ્યકિત જાણીબૂઝીને (એ) કોઇ કૃતિમાંના કોપીરાઇટનો અથવા (બી) કલમ ૫૩-એ થી મળેલ હક સિવાય આ અધિનિયમથી મળેલ કોઇ બીજા હકનો ભંગ કરે કે ભંગ કરવામાં મદદગારી કરે તે વ્યકિત છ મહિનાથી ઓછી ન હોય તેટલી પણ ત્રણ વષૅ સુધીની કેદની અને પચાસ હજાર રૂપિયા કરતાં ઓછો ન હોય તેટલો પણ બે લાખ રૂપિયા સુધીા દંડની શિક્ષાને પાત્ર થશે. જોગવાઇ કરવામાં આવી છે કે વેપાર અથવા ધંધાના ક્રમમાં ફરીથી ભંગ કરવામાં આવ્યો ન હોય તો કોટૅ ફેસલામાં પૂરતા । અને ખાસ કારણો જણાવીને (( શિક્ષાઃ- છ મહિના કરતાં ઓછી મુદતની કેદની અથવા પચાસ હજાર રૂપિયા કરતાં ઓછી રકમના દંડની શિક્ષા કરી શકશે. )) સ્પષ્ટીકરણઃ- કોઇ મકાન કે બીજું બાંધકામ કોઇ બીજી કૃતિમાંના કોપીરાઇટનો ભંગ કરતું હોય અથવા તે પૂરૂ થાય તો ભંગ કરે તેમ હોય તો તે આ કલમ હેઠળ ગુનો બનશે.
Copyright©2023 - HelpLaw