
બીજા અને પછીના ગુનામાં દોષિત ઠયૅ શિક્ષામાં વધારો કરવા બાબત
જે કોઇ વ્યકિત કલમ ૬૩ હેઠળના ગુના માટે અગાઉ દોષિત ઠરી ચૂકી હોય તે વ્યકિત આવા કોઇ ગુના માટે (( શિક્ષાઃ- ફરીથી દોષિત ઠરે તો તે તે બીજા અને પછીના દરેક ગુના માટે એક વષૅ કરતાં ઓછી ન હોય તેટલી પણ ત્રણ વષૅ સુધીની કેદની અને એક લાખ રૂપિયા કરતાં ઓછો ન હોય પણ બે લાખ રૂપીયા સુધીના દંડની શિક્ષાને પાત્ર થશે. )) જોગવાઇ કરવામાં આવી છે કે વેપાર અથવા ધંધાના ક્રમમાં ફરીથી ભંગ કરવામાં આવ્યો ન હોય તો કોટૅ ફેંસલામાં પૂરતાં અને ખાસ કારણો જણાવીને (( શિક્ષા:- એક વષૅ કરતા ઓછી મુદતની કેદની અથવા એક લાખ રૂપિયા કરતાં ઓછા દંડની સજા કરી શકશે. )) વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે આ કલમના હેતુઓ માટે કોપીરાઇટ (સુધારા) અધિનિયમ ૧૯૮૪ (સન ૧૯૮૪ના ૬૫માં) ના આરંભ પહેલાં કોઇપણ દોષિત ઠરાવવા માટે કોઇ કોગ્નીઝન્સ લઇ શકાશે નહિ.
Copyright©2023 - HelpLaw