ભંગવાળી કોમ્પ્યુટર પ્રોગ્રામની નકલ જાણી જોઇને વાપરવી તે ગુનો ગણાશે. - કલમ:૬૩(બી)

ભંગવાળી કોમ્પ્યુટર પ્રોગ્રામની નકલ જાણી જોઇને વાપરવી તે ગુનો ગણાશે.

ભંગવાળી કોમ્પ્યુટર પ્રોગ્રામની નકલ કોમ્પ્યુટર ઉપર જાણી જોઇને વાપરનાર કોઇપણ વ્યકિત (( શિક્ષાઃ- સાત દિવસ કરતા ઓછી ન હોય તેટલી મુદતની કેદની પણ ત્રણ વષૅ સુધીની અને પચાસ હજાર રૂપિયા કરતાં ઓછો ન હોય તેટલો પણ બે લાખ રૂપિયા સુધીના દંડની શિક્ષાને પાત્ર થશે. )) જોગવાઇ કરવામાં આવી છે કે કોમ્પ્યુટર પ્રોગ્રામ ફરીથી અથવા વેપાર અથવા ધંધાના ક્રમમાં વાપરવામાં આવેલ ન હોય તો કોટૅ ફેંસલામાં પૂરતા અને ખાસ કારણે જણાવીને કેદની કોઇપણ સજા કરી શકશે નહિ અને પચાસ હજાર રૂપિયા સુધીના દંડની સજા કરી શકશે.