
ભંગ કરતી નકલો કબજે લેવાની પોલીસની સતા
(૧) સબ ઇન્સ્પેટકરના દરજજા કરતા; ઉતરતા દરજજાના ન હોય તેવા કોઇપણ પોલીસ અધિકારી પોતાને એવી ખાતરી થાય કે કોઇપણ કૃતિના કોપીરાઇટના ભંગ બદલ કલમ ૬૩ હેઠળ કોઇ ગુનો થયો છે થઇ રહ્યો છે અથવા થવાની તૈયારીમાં છે તો વગર વોરંટે કૃતિની તમામ નકલો અને કૃતિનો ભંગ કરતી નકલો કરવાનો હેતુ માટે વાપરેલ તમામ પ્લેટ જયારે જાણાય ત્યારે જપ્ત કરી શકશે અને આવી રીતે જપ્ત કરેલ તમામ નકલો અને પ્લેટો શકય તેટલી જલદી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી જોઇશે. (૨) પેટા કલમ (૧) હેઠળ કબજામાં લવાયેલ કૃતિની અથવા પ્લેટોની કોઇ નકલોમાં હિત ધરાવનાર વ્યકીત કબજામાં લેવાયાના પંદર દિવસની અંદર પોતાને તે નકલો અથવા પ્લેટો પછી આપવા મેજિસ્ટ્રેટને અરજી કરી શકશે અને મેજિસ્ટ્રેટ અરજદારને અને ફરીયાદીને સાંભળ્યા પછી અને જરૂર જણાય તેવી બીજી તપાસ કયૅા પછી પોતાને યોગ્ય લાગે તેવો હુકમ તે અરજી ઉપર કરી શકશે.
Copyright©2023 - HelpLaw