કંપનીઓએ કરેલા ગુના - કલમ:૬૯

કંપનીઓએ કરેલા ગુના

(૧) આ અધિનિયમ હેઠળનો કોઇ ગુનો કંપની કરે ત્યારે તે ગુનો કરવાના સમયે કંપનીના કાયૅ સંચાલનનો હવાલો ધરાવતી કે તેને જવાબદાર દરેક વ્યકિત તેમજ કંપની એ ગુના માટે દોષિત ગણાશે અને તેની સામે કામ ચલાવી શકાશે અને તે અનુસાર શિક્ષાને પાત્ર થશે. જોગવાઇ કરવામાં આવી છે કે કોઇ વ્યકિત એમ પુરવાર કરે કે તે ગુનો તેની જાણ બહાર કરવામાં આવેલ હતો કે ગુનો થતો અટકાવવા તેણે તમામ ઘટતી કાળજી લીધી હતી તો આ પેટા કલમમાંના કોઇ મજકૂરથી તે વ્યકિતને કોઇ શિક્ષાને પાત્ર ગણાશે નહિ. (૨) પેટા કલમ (૧)માં ગમે તે મજકૂર હોય તે છતાં આ અધિનિયમ હેઠળ કોઇ ગુનો કંપનીએ કયૅ હોય અને એમ સાબિત કરવામાં આવે કે તે ગુનો કંપનીના કોઇ ડિરેકટરે મેનેજર સેક્રેટરી કે બીજી વ્યકિતની સંમતિ કે મૂક સંમતિથી કરવામાં આવેલ હતો કે તેની બેદરકારીથી થયો હતો તો એવા ડિરેકટર મેનેજર સેક્રેટરી કે બીજા અધિકારી પણ તે ગુના માટે દોષિત ગણાશે અને તેની સામે કામ ચલાવી શકાશે અને તે અનુસાર શિક્ષાને પાત્ર થશે. સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુઓ માટે (એ) કંપની એટલે કોઇ સંસ્થાપિત મંડળ અને તેમાં કોઇ પેઢી કે વ્યકિતઓના બીજા મંડળનો સમાવેશ થાય છે અને (બી) પેઢીની બાબતમાં ડિરેકટર એટલે પેઢીનો ભાગીદાર