કોપીરાઇટ રજિસ્ટ્રાર અને એપેલેટ બોડૅના હુકમ સામે અપીલો - ક્લમ:૭૨

કોપીરાઇટ રજિસ્ટ્રાર અને એપેલેટ બોડૅના હુકમ સામે અપીલો . 

(૧) કોપીરાઇટ રજિસ્ટ્રારના છેવટના નિણૅય કે હુકમથી નારાજ થયેલ વ્યકિત તે હુકમ । કે નિણૅયની તારીખથી ત્રણ મહિનાની અંદર એપેલેટ બોડૅને અપીલ કરી શકશે. (૨) પેટા કલમ (૧) હેઠળ કરેલી અપીલમાં આવેલ નિણૅય કે હુકમ ન હોય તેવા એપેલેટ બોડૅના છેવટના નિય કે હુકમથી નારાજ થયેલ વ્યકિત એ નિણૅય કે હુકમની તારીખથી ત્રણ મહિનાની અંદર પોતે જેની હુકમતમાં ખરેખર અને રાજીખુશીથી રહેતો કે ધંધો કરતો હોય કે કમાવા માટે જાતે કામ કરતો હોય તે હાઇકોટૅમાં અપીલ કરી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે કલમ ૬ હેઠળનો એપેલેટ બોડૅના નિણૅય સામે આવી કોઇ અપીલ થઇ શકશે નહિ. (૩) આ કલમ હેઠળ અપીલ માટે આપેલી ત્રણ મહિનાની મુદતની ગણતરી કરવામાં જેની સામે અપીલ કરી હોય તે હુકમની કે નિણૅયની રેકોડૅની પ્રમાણિત નકલ આપવામાં લીધેલ સમય બાદ કરવામાં આવશે.