
કોપીરાઇટ રજિસ્ટ્રારને અને એપેલેટ બોડૅને દીવાની કોટોની કેટલીક સતાઓ હોવા બાબત
કોપીરાઇટ રજિસ્ટ્રાર અને એપેલેટ બોડૅને સિવિલ પ્રોસીજર કોડ ૧૯૦૮ (સન ૧૯૦૮ના પમાં) હેઠળ દાવાનો ઇન્સાફ કરતી વખતે નીચેની બાબતોના સંબંધમાં દીવાની કોટૅની સતાઓ રહેશે. (એ) કોઇ વ્યકિત ઉપર સમન્સ કાઢવા અને તેને હાજર રહેવા ફરજ પાડવી અને તેની સોગંદ ઉપર જુબાની લેવી (બી) કોઇ દસ્તાવેજની શોધ કરવી અને રજૂ કરવા ફરમાવવું (સી) સોગંદનામા ઉપર પુરાવો લેવો (ડી) સાક્ષીઓ કે દસ્તાવેજો તપાસવા માટે કમિશનો કાઢવા (ઇ) કોઇ કોટૅ કે ઓફિસમાંથી કોઇ જાહેર રેકોડૅ કે તેની નકલ માંગવી (એફ) ઠરાવવામાં આવે તેવી બીજી કોઇ બાબત સ્પષ્ટીકરણઃ- સાક્ષીઓને હાજર રહેવાની ફરજ પાડવા માટે યથાપ્રસંગ કોપીરાઇટ રજિસ્ટ્રાર અથવા એપેલેટ બોડૅની હકૂમતની સ્થાનિક હદ ભારતના પ્રદેશની હદ રહેશે.
Copyright©2023 - HelpLaw