
કોપીરાઇટ રજિસ્ટ્રાર અને એપેલેટ બોડૅ નાણાં ચૂકવવા માટે કરેલા હુકમો હુકમનામાની માફક બજાવી શકશે.
કોપીરાઇટ રજિસ્ટ્રારે અને એપેલેટ બોર્ડે આ અધિનિયમ હેઠળ કોઇ નાણાં ચૂકવવા માટે કરેલો અથવા એપેલેટ બોર્ડના આવા હુકમ ઉપરની કોઇ અપીલમાં હાઇકોટૅ કરેલો દરેક હુકમ યથાપ્રસંગ કોપીરાઇટ રજિસ્ટ્રાર એપેલેટ બોડૅ કે હાઇકોટૅના રજીસ્ટ્રાર તરફથી સર્ટિફિકેટ કાઢવામાં આવે એટલે દીવાની કોટૅનું હુકમનામું ગણાશે અને એવી કોટૅનું હુકમનામું હોય તેવી રીતે બજાવવામાં આવશે.
Copyright©2023 - HelpLaw