નિયમો કરવાની સતા - કલમ:૭૮

નિયમો કરવાની સતા

(૧) કેન્દ્ર સરકાર સરકારી ગેઝેટમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને આ અધિનિયમના હેતુઓ સિધ્ધ કરવા નિયમો કરી શકશે. (૨) ખાસ કરીને અને પૂર્વવત સતાની વ્યાપકતાને બાધ આવ્યા સિવાય કેન્દ્ર સરકાર નીચેની તમામ કે કોઇ બાબતોની જોગવાઇ કરવા નિયમો કરી શકશે. (એ) રદ થયેલ છે. (સન ૨૦૧૭નો નાણાં અધિનિયમ ક્રમાંક ૭ મુજબ, (બી) આ અધિનિયમ હેઠળ કરવાની ફરિયાદો અને અરજીઓના તેમજ આપવાની પરવાનગીઓના નમૂના (સી) કોપીરાઇટ રજિસ્ટ્રાર સમક્ષની કોઇ કાર્યવાહી સબંધમાં અનુસરવાની કાર્યરીતિ (સી) કલમ ૩૧-બીની પેટા કલમ (૧) હેઠળ અસમથૅ ના ફરજીયાત પરવાના માટે કોઇ સંસ્થાએ એપેલેટ બોર્ડને અરજી કરવાની પધ્ધતિ અને નમૂનો (સીબી) કલમ ૩૧-સીની પેટા કલમ (૧) હેઠળ વ્યકિતના સાઉન્ડ રેકોર્ડિંગ કરવાનું હોય તેના સાઉન્ડ રેકોડીગ કરવાના ઇરાદાથી આપવાની પૂર્વ નોટીશની રીત (સીસી) કલમ ૩૧-સીની પેટા કલમ (૫) હેઠળ સાઉન્ડ રેકોડીંગ કરતી વ્યકિએ રાખવાના રજીસ્ટર અને હિસાબના ચોપડા અને હયાત સ્ટોકની વિગતો (સૌડી) કલમ-૩૫-ડીની પેટા કલમ (૨) હેઠળ પ્રસારણ સંસ્થા દ્વારા આપવામાં આવતી પૂર્વ નોટીસની રીત (સીઇ) કલમ-૩૧-ડી ની પેટા કલમ (૭)ના ખંડ (બી) હેઠળ હિસાબના ચોપડા ઇન્સ્પેકશનના રેકોર્ડના ચોપડા અહેવાલો અને હિસાબના ચોપડા નિભાવણી કરવાની રહે છે. (સીએ) કલમ-૩૩ની પેટા કલમ (૨) હેઠળ અરજી રજૂ કરવા માટેની શરતો (સીબી) કલમ-૩૩ની પેટા કલમ (૩) હેઠળ જેને અધીન રહીને કોર્પીરાઇટ સોસાયટી રજિસ્ટર કરી શકાય તે શરતો (સીસી) કલમ-૩૩ની પેટા કલમ (૪) હેઠળ રજિસ્ટ્રેશન રદ કરવા માટેની તપાસ (સીસીએ) કાયદાની કલમ-૩૩-એ ની પેટા કલમ (૧) હેઠળ કોપીરાઇટ સોસાયટી ટેરીફની સ્કીમ હેઠળ (સીસીબી) કલમ ૩૩-એની પેટા કલમ (૨) હેઠળ એપેલેટ બોર્ડને અપીલ ફાઇલીંગ કરવા માટેની ફી નકકી કરે તે ભરવાની રહેશે. (સીસીસી) કલમ-૩૩ ની પેટા કલમ (૩એ) હેઠળ જે અરજી કરવાની થાય તે તેવી ફી કોપીરાઇટ સોસાયટીને નોંધણી કરવાની (રીન્યુઅલ કરવાની) અરજીના ફોર્મની જે ફો થતી હોય તે (સીડી) કલમ-૩૪ ની પેટા ક્લમ (૧) ના ખંડ (એ) હેઠળ જેને અધીન રહીને કોપીરાઇટ સોસાયટી અધિકાર પત્ર સ્વીકારી શકશે તે શરતો અને જેને અધીન રહીને હકના માલિકને તે પેટા કલમના ખંડ (ડી) હેઠળ એવું અધિકાર પત્ર પાછું ખેંચવાનો હકક રહેશે તે શરતો (સીઇ) જેને અધીન રહીને કોપીરાઇટ સોસાયટી કલમ-૩૪ ની પેટા કલમ (૩) હેઠળ લાઇસન્સ આપી શકશે ફી ઉઘરાવી શકશે અને આવી ફી હકકના માલિકો વચ્ચે વહેંચી શકશે તે શરતો (સીએફ) કલમ ૩૫ની પેટા કલમ (૧) હેઠળ જે રીતે ફી ઉઘરાવવા અને વહેંચવા સબંધી હકકના માલિકની મંજૂરી ફી તરીકે એકઠી કરેલ કોઇપણ રકમના વપરાશ માટેની મંજૂરી અને તેમના હકકોના અમલના સબંધમાં સંબંધિત પ્રવૃત્તિઓની માહિતી આવા માલિકને આપવાની રીત (સીજી) કલમ-૩૬ની પેટા કલમ (૧) હેઠળ કોપીરાઇટ રજિસ્ટ્રાર સમક્ષ કોપીરાઇટ સોસાયટીએ ફાઇલ કરવાનું પત્રક (ડી) આ અધિનિયમ હેઠળ ચૂકવવાની થતી રોયલ્ટી નકકી કરવાની રીત અને એ રોયલ્ટી ચૂકવવા માટે લેવાની જામીનગીરી (ડીએ) કલમ-પરની પેટા કલમ (૧)ના ખંડ (જે) હેઠળ ચોપડીની ચૂકવણીની રીત (ડીબી) ૨૬ થયેલ છે. (ઇ) આ અધિનીયમ હેઠળ રાખવાના કોપીરાઇટ રજિસ્ટરનો નમૂનો અને તેમા નોંધવાની વિગતો (એફ) જેના સબંધમાં કોપીરાઇટ રજિસ્ટાર અને એપેલેટ બોર્ડને દીવાની કોર્ટની સત્તા રહેશે તે બાબતો (જી) આ અધિનિયમ હેઠળ ચૂકવવાની ફી (એચ) કોપીરાઇટ ઓફિસના કામકાજનું અને આ અધિનિયમની કોપીરાઇટ રજિસ્ટ્રારના આદેશ કે નિયંત્રણ હેઠળ મૂકાયેલ તમામ બાબતોનું નિયમન (3) આ કલમ હેઠળ કરવામાં આવેલ દરેક નિયમ તે કરવામાં આવે તે પછી બનતી ત્વરાએ સંસદનું સત્ર ચાલુ હોય તે દરમ્યાન સંસદના દરેક ગૃહ સમક્ષ એક સત્ર અથવા બે કે વધુ લગલગાટ સત્રોમાં મળીને કુલ ત્રીસ દિવસ સુધી મૂકવો જોઇશે અને ઉપયુકત સત્ર અથવા લાગલગાટ સત્રોની તરત પછી આવતું સત્ર પૂરૂ થાય તે પહેલા બન્ને ગૃહો તે નિયમમાં કોઇ ફેરફાર કરવા સંમત થાય અથવા બન્ને ગૃહો અમ સમત થાય કે તે નિયમ કરવો જોઇએ નહિ તો તે નિયમ ત્યારપછી પ્રસંગ પ્રમાણે એવા ફેરફાર કરેલા સ્વરૂપમાં જ અમલમાં આવશે અથવા અમલમાં આવશે નહિ, તેમ છતાં એવો કોઇ ફેરફાર થવાથી કે તે રદ થવાથી તે નિયમ હેઠળ અગાઉ કરેલ કોઇપણ કૃત્યની કાયદેસરતાને બાધ આવે નહિ.