રદ કરવા બાબત અપવાદો અને વચગાળાની જોગવાઇઓ
(૧) ઇન્ડિયન કોપીરાઇટ એકટ ૧૯૧૪ (સન ૧૯૧૪ના ૩જા) અને ઇન્ડિયન કોપીરાઇટ એક્ટ ૧૯૧૪ થી ભારતને લાગુ પાડતા કરેલ સુધારાવાળો યુનાઇટેડ કિંગ્ડમની પાટૅમેન્ટે પસાર કરેલો કોપીરાઇટ એકટ ૧૯૧૧ આથી રદ કરવામાં આવે છે. (૨) આ અધિનિયમના આરંભ પહેલા કોઇ વ્યકિતએ એવું કાર્ય કરેલ હોય કે જેથી તે વખતે કાયદેસર હોય તે રીતે કોઇ કૃતિની રજૂઆત કે રજૂઆત અંગે અથવા આ અધિનિયમ અમલમાં આવ્યો ન હોત તો કાયદેસર હોત એવી ફેર રજૂઆત કે રજૂઆતના હેતુથી કે તે અથૅ તેણે કંઇ ખર્ચે કે જવાબદારીઓ વહોરેલ હોય તો આ કલમના કોઇ મજકૂરથી આ અધિનિયમની રૂએ એવી ફેર રજૂઆત કરે રજૂઆત રોકવા માટે હકદાર થતી વ્યકિત સંમતિ ન સંધાતા એપેલેટ બોર્ડે નકકી કરે તેવું વળતર આપવા કબૂલ થાય નહિ તો તે કાયૅ સબંધમાં કે તેમાંથી ઉદભવતા તે તારીખે અસ્તિત્વમાં હોય અને કીંમતી હોય તેવા હકો કે હિતમાં ઘટાડો થશે નહિ કે તેને બાધ આવશે નહિ. (3) પેટા કલમ (૧) થી રદ કરવામાં આવેલ કોઇ એકટ હેઠળ આ અધિનિયમના આરંભની તરત પહેલા જે કૃતિમાં કોપીરાઈટ ન હોય તેમાં આ અધિનિયમની રૂએ કોપીરાઇટ રહેશે નહિ. (૪) આ ન્ અધિનિયમના આરંભની તરત પહેલા જયાં કોપીરાઇટ હોય ત્યાં આવા કોપીરાઇટ બનતા હો આવા આરંભની તારીખથી આવી કૃતિ જે વર્ગની હોય તે વર્ગની કૃતિઓના સબંધમાં કલમ ૧૪માં નિર્દિષ્ટ કરેલ હકો બનશે અને જયાં તે કલમથી નવા હકો મળતા હોય ત્યાં એ હકોનો માલિક નીચેની વ્યકિત બનશે (એ) જે કિસ્સામાં તે કૃતિમાંનો કોપીરાઇટ આ અધિનિયમના આરંભ પહેલાં બીજાને પૂરેપૂરો એસાઇન કર્યું ન હોય ત્યાં એસાઇની કે તેનો હિત ઉતરાધિકારી (બી) બીજા કોઇ કિસ્સામાં પેટા કલમ (૧) હેઠળ રદ કરવામાં આવેલ કોઇ એકટ હેઠળ તે કૃતિમાંના કોપીરાઇટની પ્રથમ માલિક હોય તે વ્યકિત અથવા તેની કાયદેસરનો પ્રતિનિધિ (પ) આ અધિનિયમમાં બીજી જોગવાઇ કરી હોય તે સિવાય આ અધિનિયમના આરંભની તરત પહેલા કોઇ વ્યકિત કોઇ કૃતિમાના કોપીરાઈટ માટે કે તેવા કોપીરાઇટમાના કોઇ હક માટે કે આવા હકમાંના કોઇ હિત માટે હકદાર હોય તો આ અધિનિયમ અમલમાં આવ્યો ન હોત તે સમય માટે તે જ હકો કે હિત માટે હકદાર હોત તે હક કે હિત માટે હકદાર તરીકે ચાલુ રહેશે.
Copyright©2023 - HelpLaw