ટૂંકી સંજ્ઞા અને વ્યાપ્તિ અને આરંભ - કલમ:૧

ટૂંકી સંજ્ઞા અને વ્યાપ્તિ અને આરંભ

(૧) આ અધિનિયમ કેફી ઔષધો અને માદક પદાથૅ બાબતનો કાયદો ૧૯૮૫ કહેવાશે. (૨) તે સમગ્ર ભારતને લાગુ પડે છે અને તે તે સિવાય (એ) ભારત બહારના ભારતના તમામ નાગરિકોને (બી) ભારતમાં નોંધાયેલા જહાજ અને હવાઇ જહાજ ઉપર ગમે ત્યાં હોય ત્યાં તમામ વ્યકિતઓને લાગુ પડે છે. (૩) તે કેન્દ્ર સરકાર, ગેઝેટમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને નકકી કરે તેવી તારીખે અમલમાં આવશે અને આ એકટની જુદી જુદી જોગવાઇઓ માટે જુદી જુદી તારીખો નકકી કરી શકાશે અને આ એકટની આરંભની કોઇ જોગવાઇનો ઉલ્લેખનો અથૅ, કોઇપણ રાજયના સબંધમાં તે જોગવાઇઓ અમલમાં આવ્યાના ઉલ્લેખ તરીકે ગણાશે.