વ્યાખ્યા - કલમ:૨

વ્યાખ્યા

આ અધિનિયમમાં સંદભૅ ઉપરથી અન્યથા જરૂરી હોય તે સિવાય (૧) વ્યસનીઃ- એટલે નાર્કેટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ લીધેલ કોઇપણ વ્યસની વ્યકિત (૨) બોડૅ:- એટલે સેન્ટ્રલ રેવન્યુ બોડૅ એકટ ૧૯૬૩ હેઠળ રચાયેલ સેન્ટ્રલ એકસાઇઝ અને કસ્ટમ બોડૅ (૩) કેનાબીઝ (હેમ્પ) (ગાંજો)- એટલે (એ) ચરસઃ- એટલે ભાંગના છોડમાંથી (કેનાબીઝ પ્લાન્ટ) મેળવેલ કાચો અથવા શુધ્ધ કરેલ કોઇપણ સ્વરૂપમાં છૂટો પાડેલ રસ અને તેમાં હશીશ ઓઇલ અથવા પ્રવાહી હશીશ તરીકે ઓળખાતા અકૅ અને રસનો સમાવેશ થાય છે. (બી) ગાંજા:- એટલે ગમે તે નામે ઓળખાવી શકાય અથવા નકકી કરી શકાય તેવા (ડુંડા સાથે ન હોય તેવા બીયાં અને પાંદડા સિવાયના) ભાંગના છોડના (કેનાબીઝ પ્લાન્ટ) ફુલ અથવા ફળવાળા ડુંડા. (સી) ઉપરના કોઇપણ સ્વરૂપના ભાંગ (કેનાબીઝ) ન્યુટ્રલ પદાથૅવાળું અથવા તે વગરનું મિશ્રણ અથવા તેમાંથી તૈયાર કરેલ કોઇપણ પીણું (૪) ભાંગનો છોડ (કેનાબીઝ પ્લાન્ટ) – એટલે સમાન જાતનો ગાંજાનો છોડ (જીનસ કેનાબીસ) (૪-એ) કેન્દ્ર સરકારની ફેકટરીઓઃ- એટલ કેન્દ્ર સરકારની માલીકીની અથવા કેન્દ્ર સરકાર જે કંપનીની પેડ-અપ, શેર કાપીટલમાં ઓછામાં ઓછા ૫૧ ટકા ધારણ કરતી હોય તેવી કંપનીની માલિકીની ફેકટરી (૫) કેકાજન્ય પદાથૅઃ- એટલે (એ) ક્રુડ કોકીન:- એટલે કોકીનની બનાવટ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વાપરી શકાય તેવો કોકાના પાનનો અકૅ. (બી) ઇગોનીન:ઇગોનીન અને જેમાંથી તે મેળવી શકાય તેવા ઇગોનીન જન્ય તમામ પદાથૅ (સી) કોકીન:- એટલે મીથલીસ્ટર બેન્ઝોઇલ ઇવોગોનીન અને તેના ક્ષારો અને (ડી) ૦.૧ ટકાથી વધુ કોકીનવાળી તમામ તૈયાર કરેલ વસ્તુઓ (૬) કોકાના પાનઃ- એટલે (એ) કોકાના છોડના પાન તેમાં જેમાંથી તમામ ઇવોગોનીન કોકીન અને બીજી કોઇપણ ઇવોગોનીન આલ્કોલાઇડ દૂર કરવામાં આવ્યું હોય તેવા પાનનો સમાવેશ થતો નથી. (બી) ન્યુટ્રલ પદાથૅ વાળું કે વિનાનું તેનું કોઇપણ મિશ્રણ પણ તેમાં ૦.૧ ટકા કરતાં વધુ ન હોય તેવી કોકીનવાળી તૈયાર કરેલી વસ્તુનો સમાવેશ થતો નથી. (૭) કોકાના છોડઃ- એટલે જીનસ ઇરીથ્રોક્ષીબોનની જાતનો છોડ (૭-એ) કેફી ઔષધ અને મનઃ પ્રભાવી દ્રવ્યના સબંધમાં વાણિજયક જથ્થો એટલે સરકારી ગેઝેટમાં જાહેરનામા દ્રારા કેન્દ્ર સરકારે નિર્દિષ્ટ કરેલ જથ્થા કરતા વધુ કોઇપણ જથ્થો નોંધઃ- આ કલમ હેઠળ જાહેરનામા નંબર ક્રમાંકઃ એસ.ઓ. ૧૦૫૫(ઇ) તા-૧૯/૧૦/૨૦૦૧ પ્રસિધ્ધ કરેલ છે. જેમા વાણિજિયક જથ્થો અને નાનો જથ્થા અંગે કલમ ૨ (૭-એ) અને કલમ ૨ (૨૩-એ) હેઠળનું વર્ગીકરણ જણાવેલ છે. (૭-બી) નિયંત્રિત ડિલીવરીઃ- એટલે આ અથૅ સતા આપેલ અને આ અધિનિયમ હેઠળ ગુના કરવામાં સંડોવાયેલ વ્યકિતઓની ઓળખ કરવા માટે કલમ-૫૦ એ હેઠળ યોગ્ય રીતે અધિકૃત કરેલ અધિકારીની જાણકારી સાથે અને તેની દેખરેખ હેઠળ ભારતના રાજય ક્ષેત્રમાંથી અથવા મારફતે અથવા તેમાં પસાર થવા માટે કેફી ઔષધ અને મનઃ પ્રભાવી દ્રવ્ય અથવા તેના બદલામાંનો કોઇ પદાથૅના ગેરકાયેદસર અથવા શંકાસ્પદ માલ આપવાની ટેકનીક (૭-સી) તત્સમાન કાયદોઃએટલે આ અધિનિયમની જોગવાઇઓને તત્સમાન કોઇપણ કાયદો (૭-ડી) નિયંત્રિત પદાથૅ:- એટલે કેન્દ્ર સરકાર કેફી ઔષધ અને માનઃ પ્રભાવી દ્રવ્ય ઉત્પાદન કરવા અથવા બનાવવાના શકય તેના વપરાશ સબંધી ઉપલબ્ધ માહિતીને અથવા કોઇપણ આંતરારાષ્ટ્રીય કરારની જોગવાઇઓને ધ્યાનમાં રાખીને સરકારી ગેઝેટમાં જાહેરનામા દ્રારા નિયંત્રિત પદાથૅ તરીકે જાહેર કરી શકશે. (૮) હેરફેરનું સાધનઃ- એટલે ગમે તે પ્રકારનું કોઇપણ વણૅનવાળું હેરફેરનું સાધન અને તેમાં કોઇપણ વિમાન વાહન અથવા વહાણનો સમાવેશ થાય છે. (૮-એ) આવશ્યક નાકૅ ટિકસ ૦૦ ગ્સ:એટલે કેન્દ્ર સરકાર દ્રારા મેડિકલ અને સાયનટીફિક ઉપયોગ માટે જાહેર કરેલ નાકૅટિકસ ડ્રગ્સ નોંધઃ- સન ૨૦૧૪નો અધિનિયમ ક્રમાંક ૧૬ મુજબ સુધારેલ (૮-બી) ગેરકાયદેસર વેપાર (ઇલ્લીસીટ ટ્રાફિક) – કેફી ઔષધો અને માદક પદાથૅ ના સબંધમાં ગેરકાયદેસર વેપાર એટલે કેફી ઔષધો અને માદક પદાથૅ ના સબંધમાં ગેરકાયદેસર હેરફેર એટલે નોંધઃ- સન ૨૦૧૪નો અધિનિયમ ક્રમાંક ૧૬ મુજબ સુધારેલ (૧) કોકા છોડાની ખેતી કરવી અથવા તો કોકા છોડના કોઇપણ ભાગને એકત્ર કરવો. (૨) અફીણના ડોડા (ખસખસ જેમાંથી નીકળે છે તે છોડ) ની ખેતી કરવી અથવા ભાંગ (કેનાબીઝ પ્લાન્ટ) ની ખેતી કરવી (૩) કેફી ઔષધો અથવા માદક પદાથૅના ઉત્પાદનમાં બનાવટમાં કબજે રાખવામાં વેચાણ કરવામાં ખરીદવામાં એકથી બીજી જગાએ લઇ જવામાં ગોદામમાં રાખવામાં છુપાવવામાં તેના ઉપયોગ કે વપરાશના કાયૅમાં આંતર રાજય આયાત કે નિકાસના કાયૅમાં ભારતમાં આયાત કરવાનો કે ભારતમાંથી નિકાસ કરવાના કાયૅમાં કે તેને વહાણમાં ચઢાવવાના કાયૅમાં રોકાવું તે (૪) ઉપરના પેટા ખંડો (૧) થી (૨) માં જે પ્રવૃતિઓ દશૅાવી છે તે સિવાયની કેફી ઔષધો અથવા પદાથૅ । વિશેની અન્ય પ્રવૃતિઓ કરવી અથવા (૫) ઉપરના પેટા ખંડો (૧) થી (૪) માં જે પ્રવૃતિઓ માટે તેવા માલને ઉપાડવો અથવા તો એને માટે કોઇ જગા ભાડે આપવી. ઉપરોકત પ્રવૃતિઓ ઉપરાંત આ કાયદા હેઠળના અથવા તેના કોઇ નિયમ કે આદેશ પ્રમાણે અપાયેલા કોઇ લાઇસન્સની શરત પ્રમાણે અથવા આપેલા કોઇ અધિકાર પત્ર પ્રમાણેની પ્રવૃતિઓ સિવાયની પ્રવૃતિઓ સિવાયની પ્રવૃતિઓ કરવી તે અને તેમાં નીચેની પ્રવૃતિઓનો સમાવેશ થાય છે. (૧) અગાઉ જણાવેલી કોઇપણ પ્રવૃતિને નાણાં મારફત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરવી. (૨) અગાઉ જણાવેલી કોઇપણ પ્રવૃતિને ઉત્તેજન આપવું અથવા તો તેને આગળ વધારવા માટે કે તેના ટેકા માટે કાવતરૂ કરવું ને (૩) અગાઉ જણાવેલી કોઇપણ પ્રવૃતિમાં રોકાયેલ વ્યકિતઓને આશ્રય આપવો પ્રકારણ વી-એ અને કલમ ૬૮-એ થી ૬૮-વાય આ સબંધમાં ઉમેરવામાં આવી છે. જે હેઠળ ગેરકાયદેસર વેપારથી મેળવેલ નાણાં અને મિલકત સરકારે જપ્ત કરવા અંગેની જોગવાઇઓ છે. (૯) આંતરારાષ્ટ્રીય કરારઃ- એટલે (એ) સને ૧૯૬૧ના માર્ચમાં ન્યુયોકૅ ખાતે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સે સ્વીકારેલ નાકૉટિક ડ્રગ્સ ૧૯૬૧ અંગેનો સિંગલ કરાર કન્વેન્શન (બી) સને ૧૯૭૨ના માચૅમાં જીનીવા ખાતે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સે સ્વીકારેલ

પેટા ખંડ (એ) માં જણાવેલ કરાર સુધારતો પ્રોટોકોલ (સી) સને ૧૯૭૧ના ફેબ્રુઆરીમાં વિયેના ખાયુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સે સાયકોટ્રોપિક સબસ્ટન્સ ૧૯૭૧ અંગેનો કરેલ કરાર (ડી) આ એકટના આરંભ પછી ભારત બહાર રાખેલ અથવા સ્વીકારેલ તેવા કેફી ઔષધ કે માદક પદાથૅ ને લગતાં આંતર રાષ્ટ્રીય કરાર સુધારતા બીજો કોઇપણ આંતરરાષ્ટ્રીય કરાર પ્રોટોકોલ અથવા બીજો લેખ (૧૦) કેફી ઔષધ અથવા માદક પદાથૅના સબંધમાં બનાવવું મેન્યુફેકચર માં (૧) જેના દ્વારા આવું ઔષધ અથવા પદાથૅ મેળવી શકાય તે ઉત્પાદન સિવાયની કોઇપણ પ્રક્રિયાનો (૨) આવા ઔષધ અથવા પદાથૅ શુધ્ધ કરવાનો (૩) આવા ઔષધ અથવા પદાથૅનો રૂપાંતરના અને (૪) આવા ઔષધ અથવા પદાથૅ સહિતની સહિતની અથવા વાળી (ફામૅસીમાં અથવા પ્રિસ્ક્રીપ્શન સિવાય) બનાવટનો સમાવેશ થાય છે. (૧૧) બનાવેલ ઔષધઃ- એટલે (એ) તમામ કોકાજન્ય પદાથૅ ।, ઔષધીય ભાંગ, ગાંજો, અફીણ જન્ય પદાથૅ । અને પોપી સ્ટ્રો કોન્સન્ટ્રેટ (બી) તેના પ્રકાર અને નિણૅય હોય તો તે સબંધી ઉપલબ્ધ માહિતીને ધ્યાનમાં લઇને કોઇપણ આંતરાષ્ટ્રીય કરાર હેઠળ ગેઝેટમાં જાહેરનામું બહાર પાડીને બનાવેલ ઔષધ તરીકે કેન્દ્ર સરકાર જાહેર કરે તેવા બીજા કોઇ કેફી પદાથૅ અથવા બનાવટ પણ તેમાં કેન્દ્ર સરકારનો નિણૅય હોય તો તે સબસંધી ઉપલબ્ધ માહિતીને ધ્યાનમાં લઇને આંતરરાષ્ટ્રીય કરાર હેઠળ બનાવેલ ઔષધ તરીકે જાહેર કરી ન શકે તેવા કોઇ કેફી ઔષધ અથવા બનાવટનો સમાવેશ થતો નથી. (૧૨) ઔષધીય ભાંગઃ- ગાંજો (મેડીસીનલ કેનાબીઝ) – એટલે ભાંગ ગાંજાનો કોઇ અકૅ (૧૩) નાટિક કમિશ્નનર:- એટલે કલમ ૫ હેઠળ નીમેલા નાર્કોટિક કમિશ્નર (૧૪) કેફી ઔષધઃ- એટલે કોકાના પાન, કેનાબીઝ (ભાંગ ગાંજો), અફીણ, અફીણજન્ય પદાથૅ અને તેમાં બનાવેલ તમામ ઔષધોનો સમાવેશ થાય છે. (૧૫) અફીણ એટલે (એ) ઓપીયમ પોપી નો થીજેલો રસ (બી) અફીણજન્ય પદાથૅના થીજેલા રસના કોઇપણ નયુટ્રલ પદાથૅ વાળું કે વિનાનું તેનું કોઇ મિશ્રણ પણ તેમા ૦.૨ ટકા કરતા વધુ ન હોય તેવી મોરફીનવાળી તૈયાર કરેલી બનાવટોનો સમાવેશ થતો નથી. (૧૬) અફીણજન્ય પદાથૅ (ઓપીયમ ડીરાઇવેટીવ) – એટલે (એ) ઔષધીય અફીણ એટલે ઇન્ડીયન ફામૅ કોપીયાની કેન્દ્ર સરકારે આ અથૅ જાહેર કરેલ બીજા કોઇપણ ફામૅ કોપીયાની આવશ્યકતા અનુસાર ઔષધીય ઉપયોગ માટે અનુકુળ કરવા તેના ઉપર પ્રક્રિયાઓ કરવામાં આવી હોય તેવું અફીણ પછી તે ભુકી રૂપે હોય કે દાણાદાર હોય કે તે સિવાય બીજા સ્વરૂપે હોય અથવા ન્યુટ્રલ પદાથૅ । સાથે મિશ્ર કરેલું હોય કે ન હોય. (બી) કેળવેલું અફીણ (પ્રિપેડૅ ઓપીનયમ) – એટલે ધુમ્રપાન કરવા માટે યોગ્ય સત્વમાં અફીણનું રૂપાંતર કરવાની શ્રેણીબધ્ધ પ્રક્રિયાઓથી મેળવેલી અફીણની બનાવટ અને અફીણનું ધુમ્રપાન કર્યું। પછી વધેલ કોૌ અથવા બીજી શેષ વસ્તુ. (સી) ફેનેનથ્રીન ઓલ્કોલાઇડ એટલે કે મોરફીન, કોડાઇન, થીબેઇન અને તેના ક્ષારો (ડી) ડાયએસીટીલ મોરફીન એટલે કે ડાયા મોરફીન તરીકે અથવા હેરોઇન તરીકે પણ ઓળખાતું આલ્કોલાઇડ અને તેના ક્ષારો અને (ઇ) ૦.૨ ટકાથી વધુ મોરફીનવાળી કે કોઇ ડાયએસીટીલ મોરફીનવાળી તમામ ઔષધીય અને બીન ઔષધીય તૈયાર કરેલ બનાવટો. (૧૭) પોસ ડોડાઃ- ઓપીયમ પોપી એટલે કે (એ) ખસખસના ડોડાનો છોડ અને (બી) જેમાંથી અફીણ અથવા કોઇ ફેનેથ્રીન આલ્કોડાઇલ કાઢી શકાય તેવા એન કેન્દ્ર સરકાર ગેઝેટમાં જાહેરનામું બહાર પાડીને આ એકટના હેતુઓ માટે પોસ ડોડા તરીકે જાહેર કરે તે બીજા પેપરવરનો છોડ (૧૮) અફીણજન્ય પદાથૅ (પોપી સ્ટ્રો) – એટલે કાપણી પછી પોશ ડોડાનો (બીયા સિવાયના તમામ ભાગો) પછી તે મુળ રૂપમાં હોય ખાડેલ હોય કે ભુકો કરેલ હોય તે (૧૯) અફીણ જન્ય પદાથૅ નો અકૅઃ- એટલે અફીણજન્ય પદાથૅની તેના આલ્કોલાઇડના અકૅ માટે પ્રક્રિયા કરી હોય ત્યારે ઉપસ્થિત થતો પદાથૅ (૨૦) કેફી ઔષધ અથવા માદક પદાથૅના સબંધમાં બનાવટ એટલે એક અથવા વધુ પદાથૅ વાળા માત્રાના સ્વરૂપમાં અથવા કોઇ સોલ્યુશન અથવા મિશ્રણમાં આવા કોઇ એક અથવા વધુ ઔષધ અથવા પદાથૅ (૨૧) નિયમ (પ્રિસ્કાઇબ્ડ) એટલે આ કાયદા હેઠળ કરેલા નિયમોમાં નિયત થયેલું (૨૨) ઉત્પાદનઃ- એટલે જેમાંથી મેળવેલ હોય તે છોડમાંથી અફીણ, અફીણજન્ય પદાથૅ, કોકાના પાન અથવા ભાંગ ગાંજો છુટો પાડવો. (૨૩) માદક પદાથૅઃ- એટલે અનુસુચિમાં નિર્દિષ્ટ કરેલ માદક પદાથૅની યાદીમાં સમાવિષ્ટ કરેલ કોઇ પદાથૅ, ન્યુટ્રલ અથવા સિન્થેટીક અથવા ન્યુટ્રલ પદાથૅ અથવા કોઇ ક્ષાર અથવા આવા પદાથૅ અથવા વસ્તુની બનાવટ (૨૩-એ) કેફી ઔષધ અને મનઃ પ્રભાવી દ્રવ્યના સબંધમાં નાનો જથ્થો એટલે કેન્દ્ર સરકારે સરકારી ગેઝેટમાં જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલ જથ્થા કરતા ઓછો કોઇ પણ જથ્થો (૨૪) આંતર રાજય આયાત કરવીઃ- એટલે ભારતના એક રાજય અથવા સંઘ રાજયના ક્ષેત્રમાંથી ભારતના બીજા રાજય અથવા સંઘ રાજયક્ષેત્રમાં લાવવું (૨૫) ભારતમાં આયાત કરવીઃ- એટલે વ્યાકરણિક રૂપાંતરો અને સમુલીય શબ્દ પ્રયોગો સાથે ભારતમાં આયાત કરવી એટલે ભારત બહારથી ભારતમાં લાવવું અને તેમા જેમાં કેફી ઔષધ અથવા માદક પદાથૅ લાવવામાં આવી રહ્યો હોય તે વહાણ, વિમાન, વાહન અથવા બીજા હેરફેરના સાધનમાંથી ખસેડયા સિવાય ભારતમાં લાવવાના ઇરાદાથી તેને ભારતના કોઇ બંદરે અથવા એરપોટૅ અથવા કોઇ સ્થળે લાવવાનો સમાવેશ થાય છે. સ્પષ્ટીકરણઃ- આ ખંડ અને ખંડ ૨૬ના હેતુઓ માટે ભારતમાં ભારતના પ્રાદેશિક જળનો સમાવેશ થાય છે. (૨૬) નિકાસ કરવીઃ- એટલે તેના વ્યાકરણિક રૂપાંતરો અને સમુલીય શબ્દ પ્રયોગ સાથે ભારતમાંથી નિકાસ કરવી એટલે ભારતમાંથી બહાર કોઇ સ્થળે લઇ જવું (૨૭) આંતર-રાજય નિકાસ કરવીઃ- એટલે ભારતના એક રાજય અથવા સંઘ રાજય ક્ષેત્રમાંથી ભારતના બીજા કોઇ રાજય અથવા સંઘ રાજય ક્ષેત્રમાં લઇ જવું (૨૮) હેરફેર કરવીઃ- એટલે એક જ રાજય અથવા સંઘ રાજય ક્ષેત્રમાંની અંદર એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવું (૨૮-એ) વપરાશઃ- કેફી ઔષધો અને માદક પદાથૅ સબંધમાં (યુઝ) વપરાશ એટલે વ્યકિતગત વપરાશ સિવાય કોઇપણ વપરાશ (એકટ ૨/૧૯૮૯ થી ઉમેરવામાં આવી) (૨૯) અહીં આમા વાપરેલ અને વ્યાપ્ત ન કરેલ પણ ક્રી.પ્રો.કોડ ૧૯૭૩ (સન ૧૯૭૪નો રજો) માં વ્યાખ્યા કરી હોય તેવા શબ્દો અને શબ્દપ્રયોગોના અથૅ અનુક્રમે તે કોડમાં તેમનો જે અથૅ આપેલ હોય તે સમજવાનો છે. સ્પષ્ટીકરણઃ- ખંડ (પ), (૬), (૧૫) અને (૧૬) ના હેતુઓ માટે પ્રવાહી બનાવટની બાબતમાં ટકાવારીની ગણતરી એવા આધારે કરવી જોઇશે ક એક ટકાના પદાથૅવાળી બનાવટ એટલે કે જો પદાથૅ ઘટ્ટ હોય તો એક ગ્રામ અથવા તે પદાથૅ પ્રવાહી હોય તો એક મિલીલીટર જેમાં હોય તે બનાવટ અને તેવી જ રીતે વધુ અથવા ઓછી ટકાવારી માટે તે પ્રમાણ મુજબ પરંતુ કેન્દ્ર સરકાર પ્રવાહી બનાવટોમાં ટકાવારીની ગણતરી કરવાની રીતના ક્ષેત્રમાં થયેલા વિકાસને ધ્યાનમાં લઇને એવી ગણતરી માટે પોતે યોગ્ય ગણે તેવા બીજા કોઇ આધાર નિયમો કરીને કરાવી શકશે. કોક્રેઇન સબંધમાં સત્વની ટકાવારી ૦.૧ ટકો હોય તેવી કોઇપણ બનાવટ કોકા કે તેના પાન કે બનાવટની વ્યાખ્યામાં આવી જાય છે. અફીણ સબંધમાં આ પ્રમાણ ૦.૨ ટકા રાખવામાં આવેલ છે. ૦.૨ ટકા જેટલું મોરફીન હોય તેવી બનાવટ અફીણ કે તેની બનાવટ ગણાશે. જો પ્રવાહી પદાથૅ હોય તો ૧૦૦ મીલીલીટરે ૧ મીલીલીટરે તે પ્રમાણે ૦.૧ ટકો ગણવાનું છે. નકકર પદાથૅ હોય તો ૧૦૦ ગ્રામે ૧ ગ્રામ ગણવાનું છે.