માદક પદાથૅ ની યાદીમાં ઉમેરો કરવાની અથવા તેમાંથી રદ કરવાની સતા
કેન્દ્ર સરકાર પોતાને ખાતરી થાય કે (એ) કોઇપણ પદાથૅ (કુદરતી કે કૃત્રિમ) અથવા કુદરતી વસ્તુ અથવા કોઇપણ ક્ષાર અથવા આવા પદાર્થ અથવા વસ્તુની બનાવટના પ્રકાર અમલ અને દુરૂપયોગ માટેની શકયતા સબંધી જે કાંઇ મળવા પાત્ર હોય તે માહિતી અને પુરાવાના અને (બી) આવા પદાથૅ, કુદરતી વસ્તુ અથવા ક્ષાર અથવા આવા પદાર્થ અથવા વસ્તુની બનાવટના સબંધમાં કોઇપણ આંતરરાષ્ટ્રીય કરાર અનુસાર કે મુજબ કરવામાં આવે તેવા ફેરફારો અથવા જોગવાઇઓ (હોય તો) તેના આધારે આવા પદાર્થ અથવા કુદરતી વસ્તુ અથવા ક્ષાર અથવા આવા પદાથૅ અથવા વસ્તુની બનાવટ અનુસુચિમાં નિર્દિષ્ટ કરેલ માદક પદાથૅાની યાદીમાં ઉમેરો કરવાનું અથવા પ્રસંગ માણે તેમાંથી રદ કરવાનું જરૂરી અથવા ઇષ્ટ છે તે ગેઝેટમાં જાહેરનામું બહાર પાડીને તેમ કરી શકશે.
Copyright©2023 - HelpLaw