કેન્દ્ર સરકાર દ્રારા કેફી ઔષધોનો દુરૂપયોગ અને તેમાં થતી । ગેરકાયદેસર હેરફેર અટકાવવા અને તેનો સામનો કરવા પગલાં લેવા બાબત
(૧) આ એકટની જોગવાઇઓને આધીન રહીને કેન્દ્ર સરકાર કેફી ઔષધો અને માદક પદાથૅના દુરૂપયોગ અને તેમાં થતી ગેરકાયદેસર હેરફેર અટકાવવા અથવા તેમનો સામનો કરવાના હેતુ માટે તથા તેના મેડિકલ અને સાયન્ટીફિક ઉપયોગ અંગેની ખાતરી માટે પોતે જરૂરી અને ઇષ્ટ ગણે તેવા તમામ પગલા લેશે. (૨) ખાસ કરીને પેટા કલમ (૧) ની જોગવાઇઓની વ્યાપકતાને બાધ આવ્યા સિવાય કેન્દ્ર સરકાર તે પેટા કલમ હેઠળ લઇ શકે તેવા પગલામાં નીચેની કોઇપણ અથવા તમામ બાબતો સબંધી પગલાંનો સમાવેશ થાય છે. (એ) (૧) કાયદા મુજબ અથવા (૨) આ કાયદા મુજબ જોગવાઓનો અલમ સાથે સંકળાયેલા તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇપણ કાયદા હેઠળ જુદા જુદા અધિકારીઓ રાજય સરકાર અને બીજા સતામંડળોએ લીધેલા પગલાંના સંકલનના બાબત (બી) આંતરરાષ્ટ્રીય કરારો હેઠળની જવાબદારીઓ બાબત(સી) કેફી ઔષધ અને માદક પદાથૅ ની ગેરકાયદેસરતા અટકાવવા અને દાબી દેવા માટે સંકલનમાં સગવડ કરી આપવા અને સવૅમાન્ય પગલાં લેવા માટે વિદેશમાં સબંધિત સતામંડળોને અને સબંધિત આંતરાષ્ટ્રીય સંગઠનોને સહાય કરવા બાબત (ડી) વ્યસનીની ઓળખ, સારવાર, શિક્ષણ, સાર સંભાળ, પુનઃ વસવાટ અને સામાજીક પુનઃ ઉત્થાન બાબત (ડી-એ) મેડિકલ અને સાયન્ટીફિક ઉપયોગ માટે નાકૅટિકસ ડ્રગ્સ અને સાયકોટ્રોફિક સબસ્ટેન્સિસ પ્રાપ્યતા (ઇ) આ એકટની જોગવાઇઓના અસરકારક અમલ કરવાના અને કેફી ઔષધ અને માદક પદાથૅ ના દુરૂપયોગ અટકાવવાના અને તેમાં થતી ગેરકાયદેસર હેરફેર અટકાવવાના અને તેનો સામનો કરવાના હેતુ માટે કેન્દ્ર સરકાર જરૂરી અથવા ઇષ્ટ ગણે તેવી બીજી બાબતો. (૩) કેન્દ્ર સરકાર પોતે આ એકટના હેતુઓ માટે તેમ કરવું જરુરી અથવા ઇષ્ટ ગણે તો ગેઝેટમાં હુકમ પ્રસિધ્ધ કરીને હુકમમાં જણાવવામાં આવે તેવા આ એકટ હેઠળ કેન્દ્ર સરકારની સતા અને કાયૅ બજાવવાના હેતુ માટે અને પેટા કલમ (૨)માં જણાવેલી બાબતોના સબંધમાં પગલાં લેવા માટે હુકમમાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવા નામ અથવા નામોવાળા સતા મંડળ અથવા ઉચ્ચ સતા મંડળ રચી શકશે અને કેન્દ્ર સરકારની દેખરેખ અને નિયંત્રણને અને આવા હુકમની જોગવાઇઓને આધીન રહીને આવા સત્તામંડળો જાણે કે આવા સતામંડળ અથવા સતામંડળોને સતા વાપરવા અને એવા પગલાં લેવા આ એકટની સતા મળી હોય તેમ હુકમમાં જણાવેલ સતા વાપરી શકશે અને પગલાં લઇ શકશે.
Copyright©2023 - HelpLaw