
સલાહકાર સમિતિ
(૧) કેન્દ્ર સરકાર, ગેઝેટમાં જાહેરનામું બહાર પાડીને તે સરકાર વખતોવખત પોતાને મોકલે તેવી આ કાયદાના અમલને લગતી બાબતો અંગે કેન્દ્ર સરકારને સલાહ આપવા માટે કેફી ઔષધો અને માદક પદાથૅ સલાહકાર સમિતિ (જેની આ કલમમાં હવે પછી સમિતિ તરીકે ઉલ્લેખ કર્યં છે તે) તરીકે ઓળખાતી એક સલાહકાર સમિતિ રચી શકશે. (૨) સમિતિ અધ્યક્ષ અને કેન્દ્ર સરકાર નીમે તેવા વીસથી વધુ ન હોય તેટલા બીજા સભ્યોની બનશે. (૩) સમિતિ કેન્દ્ર સરકાર મળવાનું ફરમાવે તો તેમ કરશે અને પોતાની કાયૅરીતિનું નિયમન કરવાની તેને સતા રહેશે. (૪) સમિતિ પોતાના કાયૅ પૈકી કોઇપણ કાયૅ, કાર્યક્ષમ રીતે બજાવવા માટે તેમ કરવું જરૂરી ગણે તો એક અથવા વધુ પેટા સમિતિ નીમી શકશે અને સામાન્ય રીતે અને કોઇ ખાસ બાબતની વિચારણા માટે આવી કોઇ પેટા સમિતીમાં સમિતિનો સભ્ય ન હોય તેવી (બિન સરકારી અધિકારી સહિત) કોઇ પણ વ્યકિતને નીમી શકશે. (૫) અધ્યક્ષ અને સમિતિના બીજા સભ્યોના હોદ્દાની મુદત પ્રાસંગિક ખાલી પડતી જગાઓ ભરવાની રીતે અને તેમના આપવા પાતર ભથ્થા હોય તો તે અને જે શરતો અને મયાદાઓને આધીન રહીને સમિતિ તેની પેટા સમિતિના કોઇપણ સભ્ય તરીકે સમિતિના સભ્ય ન હોય તેવી વ્યકિતને નીમે તેવી શરતો અને મયાદાઓ કેન્દ્ર સરકારે કરેલા નિયમોથી ઠરાવવામાં આવે તેવા રહેશે.
Copyright©2023 - HelpLaw