
ઔષધિ દુરૂપયોગના નિયંત્રણ માટે રાષ્ટ્રીય ભંડોળ
(૧) કેન્દ્ર સરકાર ઓફિશિયલ ગેઝેટમાં જાહેરાત બહાર પાડીને, ઔષધિ દુરૂપયોગના નિયંત્રણ માટે રાષ્ટ્રીય ભંડોળના નામે એક ભંડોળ બનાવાશે (જેને હવે પછી આ પ્રકરણમાં ફર્ડ તરીકે જણાવવામાં આવ્યું છે) અને એમા નીચેની બાબતો જાહેર કરવામાં આવશે. (એ) કેન્દ્ર સરકાર સંસદ દ્રારા કાયદો બનાવી યોગ્ય ગોઠવણી કરી સગવડ કરી આપે તેવી કોઇપણ રકમ (બી) પ્રમરણ-૫-એ હેઠળ જપ્ત કરેલ મિલકતોના વેચાણની ઉપજની રકમ (સી) કોઇ વ્યકિત અથવા સંસ્થા આપે તેવું કોઇપણ અનુદાન (ડી) અગાઉ જણાવેલ જોગવાઇઓ પ્રમાણે જમા થયેલી રકમના રોકાણમાંથી પેદા થતી કોઇપણ આવક (૨) ફંડનો ઉપયોગ નીચેના માટે પગલાં લેવાના સબંધમાં થયેલ ખચૅને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે કરવો જોઇશે. (એ) કેફી ઔષધ અને મનઃ પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદે વેપાર અથવા તેવા પદાર્થાના નિયમિત સામે ઝઝુમવા માટે (બી) કેફી ઔષધ અને મનઃ પ્રભાવી દ્રવ્યોના દુરૂપયોગનું નિયંત્રણ કરવા (સી) વ્યસનીને ઓળખવા સારવાર આપવા તેના પુનવૅસન માટે (ડી) ઔષધનો ગેરઉપયોગ અટકાવવા (ઇ) ઔષધના ગેર ઉપયોગ સામે લોકોને માહિતગાર કરવા (એફ) જયાં તબીબી જરૂરીયાત હોય ત્યાં વ્યસનીઓને ડ્રગ્સ સપ્લાય કરવું (૩) કેન્દ્ર સરકારને સલાહ આપવા અને કેન્દ્ર સરકારે સરકારી જાહેરનામામાં જાહેર કરેલ મયૅાદા આધીન રહીને સદરહુ ફંડમાંથી નાણા મંજૂર કરવા માટે પોતે યોગ્ય ગણે તેવી ગવનીગ બોડી રચી શકશે. (૪) સંચાલક મંડળમાં એક ચેરમેન હશે ( જે સરકારના વધારાના સેક્રેટરીના દરજજાથી નીચલા દરજજાનો નહીં હોય ) અને કેન્દ્ર સરકાર નીમે તેવા છ થી વધારે નહી તેટલા સભ્યો હશે. (૫) પોતાની કાયૅવાહી નકકી કરવાની સતા આ સંચાલક મંડળને પોતાને રહેશે.
Copyright©2023 - HelpLaw