અમુક કાર્ય।ની મનાઇ (પ્રતિબંધ) - કલમ:૮

અમુક કાર્ય ।ની મનાઇ (પ્રતિબંધ)

કોઇપણ વ્યકિત (એ) કોકાના છોડ વાવી શકશે નહીં અથવા કોકાના છોડનો કોઇ ભાગ એકઠો કરી શકશે નહી અથવા (બી) અફીણનો છોડ અથવા કોઇપણ ભાંગનો છોડ (કેનાબીઝ પ્લાન્ટ) વાવી શકશે નહી અથવા (સી) કોઇપણ કેફી ઔષધ અથવા માદક પદાથૅ ઉત્પન્ન કરી બનાવી કબજામાં રાખી શકશે નહી વેચી શકશે હી ખરીદી શકશે નહી હેરફેર કરી શકશે નહી સંગ્રહ કરી શકશે નહી ઉપયોગ કરી શકશે નહીં વાપરી શકશે નહી આંતરરાજય આયાત આંતરરાજય નિકાસ, ભારતમાં આયાત અથવા ભારતમાંથી નિકાસ કરી શકશે નહી સિવાય કે દવાના વૈજ્ઞાનિક હેતુ માટે હોય અને આ એકટ અથવા તે હેઠળ કરેલા નિયમો અથવા હૂકમોની જોગવાઇઓ કરેલી રીતે અને તેટલા પ્રમાણમાં હોય અને આવી કોઇ જોગવાઇથી લાઇસન્સ, પરમીટ અથવા અધિકારપત્રની જરૂરિયાત નાંખવામાં આવી હોય તે કિસ્સામાં આવા લઇસન્સ, પરમીટ અથવા અધિકારપત્રની બોલીઓ અને શરતો અનુસાર હોય જોગવાઇ કરવામાં આવી છે કે આ અધિનિયમ અને તે હેઠળ કરેલા બીજા નિયમોની જોગવાઇઓને આધિન રહીને ગાંજો બનાવવા માટે અથવા દેવા અને વૈજ્ઞાનિક હેતુઓ સિવાયના કોઇપણ હેતુઓ માટે ગાંજો બનાવવા કબજામાં રાખવા ઉપયોગ કરવા વાપરવા ખરીદવા, વેચવા, હેરફેર કરવા, સંગ્રહવા, આંતરરાજય આયાત કરવા અને આંતર રાજય નિકાસ કરવા માટે ભાંગના છોડનું વાવેતર કરવા સામેની મનાઇ જે તારીખે કેન્દ્ર સરકાર ગેઝેટમાં જાહેરનામું બહાર પાડીને આ અથૅ નિર્દિષ્ટ કરે તેવી તારીખથી જ અમલમાં આવશે. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે એવી જોગવાઇ કરી છે કે પોષી સ્ટ્રોને શણગારના હેતુ અર્થે નિકાસ કરવામાં આવે તેને આ કલમમાંનું કશું જ લાગુ પડશે નહી.