
ગુનામાંથી મેળવેલી મિલ્કત સંબંધી પ્રવૃતિઓ અંગે પ્રતિબંધ
કોઇપણ વ્યકિત (એ) એવું જાણીને કોઇપણ મિલકત રૂપાંતરિત અથવા તબદીલ કરી શકશે નહી કે આવી મિલકત મિલકતનું ગેરકાયદેસર કે ઉત્પતિ સંતાડવાના અથવા ઢાંકવાના હેતુ માટે અથવા ગુનો કરવામાં કોઇ વ્યકિતને મદદ કરવા માટે અથવા કાનૂની પરિણામો ટાળવા માટે આ અધિનિયમ હેઠળ અથવા બીજા કોઇ પણ દેશના બીજા કોઇપણ તત્સમાન કાયદા હેઠળ કરેલ ગુનામાંથી અથવા આવા ગુનામાં ભાગ લેવાની પ્રવૃતિમાંથી મળી છે અથવા (બી) એવું જાણીને કોઇપણ મિલકતનો સાચો પ્રકાર, સાધન, સ્થળ, વ્યવસ્થા, સંતાડી શકશે નહીં અથવા બીજા કોઇપણ દેશના બીજા કોઇપણ તત્સમાન કાયદા હેઠળ કરેલ ગુનામાંથી મેળવી છે. (સી) જાણી જોઇને આ અધિનિયમ હેઠળ અથવા બીજા કોઇપણ દેશના બીજા કોઇપણ તત્સમાન કાયદા હેઠળ કરેલ ગુનામાંથી મળી હતી તેવી કોઇપણ મિલકત સંપાદન કરી શકશે નહી કબજામાં રાખી શકશે નહીં અથવા ઉપયોગ કરી શકશે નહી.
Copyright©2023 - HelpLaw