
નિયંત્રીત પદાથૅ નું નિયંત્રણ કરવાની અને નિયમન કરવાની સતા
(૧) કેફી ઔષધી અથવા માદક પદાથૅની બનાવટમાં અથવા તેના ઉત્પાદનમાં કોઇ નિયંત્રિત પદાથૅના ઉપયોગને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકારનો એવો અભિપ્રાય હોય કે લોક હિતમાં એમ કરવું એ તાત્કાલિક અને આવશ્યક લાગે છે તો તે આદેશ કરીને તેવા પદાથૅનું નિયમન કરશે અથવા તેની બનાવટને ઉત્પાદનને પુરવઠાને અથવા વિતરણને અને તેના વેપાર અને વાણિજયને પ્રતિબંધિત કરશે. (૨) પેટા કલમ (૧) થી અપાયેલ સતાની સામાન્યતઃ ને બાધ ના આવે તે રીતે તેની હેઠળ કરેલો આદેશ લાઇસન્સો પરમીટો અથવા અન્ય પ્રકારે કોઇપણ નિયંત્રિત પદાથૅની બનાવટ ઉત્પાદન કબજો હેરફેર આંતરરાજય આયાત અને નિકાસ, ખરીદી, વેચાણ, ઉપયોગ, એકઠું કરવા, વિતરણ, નિકાલ અથવા પ્રાપ્તિનું નિયમન કરવાની જોગવાઇ કરશે.
Copyright©2023 - HelpLaw