પરમીટ આપવાની તેનું નિયંત્રણ અને નિયમન ૦૦૦રવાની રાજય સરકારની સતા
(૧) કલમ ૮ની જોગવાઇઓને આધીન રહીને રાજય સરકાર નિયમોની (એ) (૧) એવા છોડ (પ્લાન્ટ) જેમાંથી ઉત્પન્ન થયેલા અણજન્ય પદાર્થો (પોપી સ્ટ્રૉ) કે જેને વાટવાથી તેમાંથી જયુસ નીકળતો ન હોય તે સિવાય ખસ ખસના ડુંડાના કબજા હેરફેર આંતરરાજય આયાત આંતરરાજય નિકાસ સંગ્રહ, વેચાણ, ખરીદ, વપરાશ અને ઉપયોગની, (૨) અફીણના કબજા, હેરફેર, આંતર૦૦૦ જય આયાત, આંતરરાજય નિકાસ, વેચાણ, ખરીદ, વપરાશ અને ઉપયોગની (૩) ભાંગ ગાંજાના છોડનું વાવેતર, ભાંગ ગાંજા (ચરસ સહિત) ઉત્પાદન, બનાવટ, કબજા, હેરફેર, આંતર રાજ્ય આયાત, આંતરરાજય નિકાસ, વેચાણ, ખરોદ, વપરાશ અને ઉપયોગની (૪) ઔષધીય અફીણ બનાવવાની અથવા જે વસ્તુમાંથી બનાવેલ કોઇ ઔષધ બનાવનાર તેનો કબજો રાખવા કાયદેસર હકકદાર હોય તેવું ઔષધ બનાવવાની (૫) બનાવેલા અફીણ (તયાર અફીણ અને આવશ્યક નાર્કોટિકસ ડ્રગ્સ સિવાયના) ઔષધના અને કોકાના પાનના અને કોઇપણ બનાવેલ ઔષધવાળી કોઇપણ બનાવટના કબજા, હેરફેર, ખરીદ, વેચાણ, આંતરરાજય આંતરરાજય નિકાસ ઉપયોગ અથવા વપરાશની (૬) કોઇપણ વ્યસની, તેના વ્યક્તિગત વપરાશ માટે વૈદકીય સલાહથી રાજય સરકાર પાસે રજીસ્ટર્ડ થયેલ હોય તેણે કાયદેસર કબજામાં રાખેલ અફીણમાંથી તૈયાર અફીણ બનાવવા અને કબજામાં રાખવાની પરમીટ આપી શકાશે અને તેનું નિયમન કરી શકશે જોગવાઇ કરવામાં આવી છે કે પેટા ખંડો (૪) અને (૫) હેઠળ રેલા નિયમોમાં સ્પષ્ટ રીતે જોગવાઇ કરી હોય તેટલે સુધી તે સિવાય કલમ ૮ માનો કોઇ પણ મજકુર સરકારના કબજામાં અને સરકારની મિલકત હોય તેવા બનાવેલા ઔષધની આંતર રાજ્ય આયાત આંતરરાજય નિકાસ, કબજા, હેરફેર, ખરીદ, વેચાણ, ઉપયોગ અથવા વપરાશને લાગુ પડશે નહીં, વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે અગાઉના પરંતુકમાં ઉલ્લેખ્યાના પ્રમાણેના આવા ઔષધો ઉપયુક્ત પેટા ખંડો હેઠળ રાજય સરકારે કરેલા નિયમો હેઠળ જે કોઇ વ્યકિત તેના કબજા માટે હકકદારના હોય તેને વેંચી શકાશે નહીં કે અન્યધા આપી શકાશે નહી. (બી) ખંડ (એ)માં નિદિષ્ટ કરેલી બાબતો પૈકી કોઇપણ બાબત ઉપર રાજય સરકારનું અસરકારક નિયંત્રણ રાખવા જરૂરી કોઇપણ બાબત ઠરાવી શકશે. (૨) ખાસ કરીને અને અગાઉની સત્તાની વ્યાપકતાને બાધ આવ્યા સિવાય આવા નિયમોથી (એ) રાજય સરકારને વેર હાઉસ તરીકે કોઇપણ સ્થળે જાહેર કરવાની સત્તા મળે છે. આવા વેર હાઉસમાં માલિકોએ કાયદેસર રીતે આંતરરાજય આપાત કરેલ હોય તેવા આંતરરાજય નિકાસ કરવા અથવા ભારતમાંથી નિકાસ કરવાનો ઇરાદો હોય તેવા તમામ ખસ ખસ ડુંડા જમા કરાવવાની વખારમાં આપેલ ખસ ખસના ડૂંડાની સલામત કસ્ટડી અને આવા ખસ ખસના ડુડા વેચવા અથવા આંતરરાજ્ય નિકાસ કરવા અથવા ભારતમાંથી નિકાસ કરવા ખસેડવાનું નિયમન કરવાની એવી રીતે સંગ્રહવાની ફી વસૂલ કરવાની અને વખારમાં ભરેલા ખસ ખસના ડુંડાઓ કેવી રીતે અને કેટલા સમય પછી ફી ન ભરવાની કસૂર માટે નિકાલ કરવો જોઇએ તે ઠરાવવાની માલિકની ફરજ રહેશે. (બી) ભાંગ ગાંજાનો છોડ વાવવા માટે કેટલી મુદત રાજય સરકારના હુકમોથી અથવા તે હેઠળ વખતોવખત નકકી કરવી જોઇએ તેવું ઠરાવી શકાશે. (સી) રાજય સરકારના ઠરાવેલ અધિકારીએ લાઇસન્સ આપેલ વાવેતર કરનારે જ કોઇ પણ ભાગ ગાંજાના છોડનું વાવેતર કરવા અધિકારી ધરાવશે તે કરાવી શકાશે. (ડી) ભાંગ ગાંજાના છોડનું વાવેતર કરેલી જમીનનું ઉત્પાદન થયેલ તમામ ભાગ ગાજો રાજય સરકારે આ અથૅ અધિકૃત કરેલા અધિકારીને વાવેતર કરનારે સોંપી દેવું જોઇશે તેવું ફરમાવી શકાશે. (ઇ) સુપ્રત કરેલ ભાંગ ગાંજા માટે વાવેતર કરનારને આપવાની કિંમત વખતોવખત ઠરાવવાની રાજય સરકારને સતા આપી શકાશે (એક) પેટા કલમ (૧)માં ખંડ (એ)ના પેટા ખંડો (૧) થી (૬)માં નિર્દિષ્ટ કરેલ હેતુઓ માટેના લાઇસન્સ અથવા પરીટના ફોર્મ, શરતો અને જે સતાધિકારીનું આવું લાઇસન્સ અથવા પરમીટ આપી શકે તે સતાધિકારી અને તેની ઉપર લઇ શકાય તેવી ફી ઠરાવી શકાશે.
Copyright©2023 - HelpLaw