કેફી ઔષધો અને માદક પદાથૅ વગેરેની ટાંચ અથવા જપ્તીને પાત્ર ન હોવા બાબત - કલમ:૧૧

કેફી ઔષધો અને માદક પદાથૅ વગેરેની ટાંચ અથવા જપ્તીને પાત્ર ન હોવા બાબત

કોઇપણ કાયદા અથવા કરારમાં વિરૂધ્ધનો કોઇપણ મજકૂર હોય તે છતા કોઇપણ કેફી ઔષધ, માદક પદાથૅ, કોકાના પ્લાન્ટ, અફીણનો છોડ અથવા ભાંગ ગાંજાના છોડની કોઇ પણ કોટૅ, અથવા અધિકારના કોઇપણ હુકમ અથવા હુકમનામા હેઠળ અથવા અન્યથા કોઇ નાણાં વસૂલ કરવા માટે કોઇપણ વ્યકિતથી ટાંચ અથવા જપ્તી લાવી શકાશે નહી.