સુગંધીદાર પદાથૅ કરવામાં વાપરવા માટે કોકા છોડ અને કોકાના પાનને લગતી ખાસ જોગવાઇઓ - કલમ:૧૩

સુગંધીદાર પદાથૅ કરવામાં વાપરવા માટે કોકા છોડ અને કોકાના પાનને લગતી ખાસ જોગવાઇઓ

કલમ ૮માં ગમે તે મજકુર હોય તે છતા કેન્દ્ર સરકાર, સરકાર વતી કોકાનો છોડ વાવવા માટે અથવા તેનો કોઇ ભાગ એકઠો કરવા માટે અથવા જેમાં આલ્કોલોઇડ વગેરે ન હોય તેવા કોઇ સુગંધીદાર પદાથૅ તૈયાર કરવામાં વાપરવા માટે કોકાના પાન ઉત્પન્ન કરવા કબજામાં રાખવા, વેચવા, ખરીદવા, હેરફેર કરવા, આંતરરાજય આયાત, આંતરરાજય નિકાસ કરવા અથવા ભારતમાં આયાત કરવા અને એવા ઉપયોગ માટે જરૂરી પ્રમાણ નકકી કરવાની શરતો વગર પરવાનગી આપી શકશે.