
પોસ ડોડા સબંધમાં ઉલ્લંઘન બદલ શિક્ષા (પોપી સ્ટ્રો)
જો કોઇ વ્યકિત આ અધિનિયમની જોગવાઇ અથવા તે હેઠળ કરેલા કોઇપણ નિયમ અથવા હુકમનું અથવા આપેલ લાઇસન્સની શરતોનું ઉલ્લંઘન કરીને પોસ ડોડાનું ઉત્પાદન કરે કબજામાં રાખે તેની હેરફેર કરે આંતરરાજય આયાત કરે આંતરરાજય નિકાસ કરે વેચે ખરીદે, વાપરે અથવા સંગ્રહ કરે અથવા ખસેડે અથવા ભરેલ પોસ ડોડાના સબંધમાં કોઇ કૃત્ય કરે તો તે વ્યકિત (એ) જો ઉલ્લંઘનમાં નાનો જથ્થો સંડોવાયેલો હોય તો એક વષૅ સુધી સખત કેદની અથવા દસ હજાર રૂપિયા સુધીના દંડ અથવા તે બંને (બી) ઉલ્લંઘનમાં વાણિજિયક જથ્થા કરતા ઓછો જથ્થો પણ નાના જથ્થા કરતા મોટો જથ્થો સંડોવાયેલ હોય ત્યારે દસ વષૅ સુધીની સખત કેદની અને એક લાખ રૂપિયા સુધીના દંડની (સી) ઉલ્લંઘનમાં વાણિજિયક જથ્થો સંડોવાયેલ હોય તો દસ વષૅ કરતા ઓછી ના હોય પણ વીસ વષૅ સુધીની સખત કેદની શિક્ષાને પાત્ર થશે અને એક લાખ કરતા ઓછો નહીં પણ બે લાખ સુધીના દંડને પાત્ર થશે. જોગવાઇ કરવામાં આવી છે કે કોટૅ ફેસલામાં કરારણોની નોંધ કરીને બે લાખ રૂપિયા કરતા વધુ દંડ કરી શકશે.
Copyright©2023 - HelpLaw