અફીણના છોડ અને અફીણ સબંધી ઉલ્લંઘન બદલ શિક્ષા - કલમ:૧૮

અફીણના છોડ અને અફીણ સબંધી ઉલ્લંઘન બદલ શિક્ષા

જે કોઇ વ્યકિત આ એકટની જોગવાઇનું અથવા તે હેઠળ કરેલા કોઇ નિયમ અથવા હુકમનું અથવા તે હેઠળ આપેલ કોઇ લાઇસન્સની શરતનું ઉલ્લંઘન કરીને તૈયાર અફીણના છોડનું વાવેતર કરે અથવા અફીણ ઉત્પન્ન કરે બનાવે કબજામાં રાખે, વેચે, ખરીદે, હેરફેર કરે, આંતરરાજય આયાત કરે, નિકાસ કરે અથવા ઉપયોગ કરે તે વ્યકિતને (એ) ઉલ્લંઘનમાં નાનો જથ્થો સંડોવાયેલ હોય તો એક વષૅ સુધીની સખત કેદની અથવા દસ હજાર રૂપિયા સુધીની દંડ અથવા તે બંને શીક્ષને પાત્ર થશે. (બી) ઉલ્લંઘનમાં વાણિજિયક જથ્થો સંડોવાયેલ હોય તો દસ વષૅ કરતા ઓછી નહીં પણ વીસ વષૅ સુધીની સખત કેદની શિક્ષાને પાત્ર થશે અને વળી એક લાખ રૂપિયા કરતાં ઓછા ન હોય તેટલા પણ બે લાખ રૂપિયા સુધી દંડની શિક્ષને પાત્ર થશે. (સી) બીજા કોઇપણ કિસ્સામાં દસ વષૅ સુધીની સખત કેદની અને એક લાખ રૂપિયા સુધીના દંડની શિક્ષાને પાત્ર થશે. જોગવાઇ કરવામાં આવી છે કે કોટૅ, ફેસલામાં કારણોની નોંધ કરીને બે લાખ રૂપિયા કરતાં વધુ દંડ કરી શકશે.