લાયસન્સ ધરાવનાર વાવેતર કરનારે અફીણની ઉચાપત કરવા બદલ શિક્ષા - કલમ:૧૯

લાયસન્સ ધરાવનાર વાવેતર કરનારે અફીણની ઉચાપત કરવા બદલ શિક્ષા

કોઇપણ વ્યકિત કેન્દ્ર સરકાર વતી અફીણનો છોડ વાવવા માટે લાઇસન્સ ધરાવનાર જે કોઇપણ વાવેતર કરનાર ઉત્પન્ન કરેલ અફીણ અથવા તેના કોઇ ભાગની ઉચાપત કરે અથવા અન્યથા ગેરકાયદેસર નિકાલ કરે તેને ઓછામાં ઓછી દસ વષૅ અથવા વીસ વષૅ સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને વળી એક લાખ રૂપિયા અથવા બે લાખ રૂપિયા અથવા બે લાખ રૂપિયા કરતાં સુધીના દંડને પણ પાત્ર થશે. જોગવાઇ કરવામાં આવી છે કે કોટૅ ફેસલામાં કારણોની નોંધ કરીને બે લાખ રૂપિયા કરતાં વધુ દંડ કરી શકશે.