
ભાંગ ગાંજાના છોડ અને ભાંગ ગાંજાના ઉલ્લંઘન બદલ શિક્ષા
જે કોઇ વ્યકિત આ અધિનિયમની જોગવાઇ અથવા તે હેઠળ કરેલ કોઇ નિયમ અથવા હુકમનું અથવા તે હેઠળ આપેલ લાયસન્સની શરતોનું ઉલ્લંઘન કરીને (એ) કોઇપણ ભાંગ ગાંજાના છોડનું વાવેતર કરે અથવા (બી) ભાંગ ગાંજાનું ઉત્પાદન કરે બનાવે, કબજામાં રાખે, વેચે, ખરીદે, હેરફેર કરે, આંતરરાજય આયાત કરે, નિકાસ કરે અથવા ઉપયોગ કરે તેને (૧) જયારે આવું ઉલ્લંઘન ખંડ (એ) ને લગતું હોય તો દસ વષૅ સુધી સખત કેદની શિક્ષાને પાત્ર થશે અને વળી એક લાખ રૂપિયા સુધીના દંડને પણ પાત્ર થશે. (૨) આવું ઉલ્લંઘન પેટા ખંડ (બી)ને લગતું હોય તો (એ) અને નાનો જથ્થો સંડોવાયેલ હોય તો એક વષૅ સુધીની સખત કેદની અથવા દસ હજાર રૂપિયા સુધીના દંડ અથવા તે બંને શિક્ષાને પાત્ર થશે. (બી) વાણિજિયક જથ્થાથી ઓછો પણ નાના જથ્થાથી વધુ જથ્થો સંડોવાયેલ હોય તો દસ વષૅ સુધીની સખત કેદ અને એક લાખ રૂપિયા સુધીના દંડની શિક્ષાને પાત્ર થશે. (સી) વાણિજિયક જથ્થો સંડોવાયેલ હોય તો દસ વષૅથી ઓછી ન હોય પણ વીસ વષૅ સુધીની સખત કેદની અને એક લાખ કરતાં ઓછી ન હોય પણ બે લાખથી વધુ ન હોય તેટલા દંડની શિક્ષાને પાત્ર થશે. જોગવાઇ કરવામાં આવી છે કે કોટૅ ફેસલામાં કારોની નોંધ કરીને બે લાખ રૂપિયા કરતા વધુ દંડ કરી શકશે.
Copyright©2023 - HelpLaw