ગુનો કરવા માટે જગા વગેરેનો ઉપયોગ કરવાની છુટ આપવા માટે શિક્ષા - કલમ:૨૫

ગુનો કરવા માટે જગા વગેરેનો ઉપયોગ કરવાની છુટ આપવા માટે શિક્ષા

જો વ્યકિત કોઇ પણ મકાન, રૂમ, જોડાણ, જગા, સ્થળ, પશુ અથવા વાહનનો માલિક અથવા કબજેદાર હોય અથવા તેના વપરાશનું નિયંત્રણ હોય અને આ એકટની જોગવાઇઓ હેઠળ શિક્ષા પાત્ર ગુનો કોઇ વ્યકિત દ્રારા કરવા તે ઉપયોગ કરવાની જાણી જોઇને પરવાનગી આપે તેને તે ગુના માટે જોગવાઇ કરેલી શિક્ષાને પાત્ર થશે.