લાઇસન્સદાર અથવા તેના નોકરે અમુક કૃત્યો કરવા બદલ શિક્ષા
આ કાયદા મુજબ અથવા તે હેઠળ કરેલા કોઇ નિયમ અથવા હુકમ હેઠળ આપેલા કોઇ લાઇસન્સ પરમીટ અથવા અધિકારપત્ર ધરાપત્ર ધરાવનારા અથવા તેણે કામે રાખેલી અથવા તેના વતી કામ કરતી વ્યકિત (એ) કોઇપણ વ્યાજબી કારણ સિવાય આ અધિનિયમ અથવા તે હેઠળ કરેલા નિયમો અનુસાર હિસાબ ન રાખે અથવા કોઇ પત્રક રજૂ ન કરે. (બી) કોઇપણ વ્યકજબી કારણ સિવાય કેનદ્ર સરકાર અથવા રાજય સરકારે આ અથૅ અધિકાર આપેલા કોઇ અધિકારી માંગણી કમૅથી આવું લાઇસન્સ પરમીટ અથવા અધિકારપત્ર રજૂ ન કરે (સી) ખોટા હોય અથવા ખોટા હોવાનું જાણતો હોય અથવા માનવાને કારણ હોય તેવા કોઇ હિસાબ રાખે અથવા એવું કોઇ નિવેદન કરે અથવા (ડી) જેના માટે આ અધિનિયમમાં બીજા સ્થળે શિક્ષા ઠરાવી ન હોય તેવા લાઇસન્સ પરમીટ અથવા અધિકારપત્રની કોઇપણ શરતનો ભંગ કરીને કોઇ કૃત્ય જાણી જોઇને અને જાણી બુઝીને કરે તેને ત્રણ વષૅ સુધીની કેદની અથવા દંડની અથવા બંને શિક્ષા કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw