કોઇપણ કેફી ઔષધ અથવા માદક પદાર્થના વ્યકિતગત વપરાશ માટે અથવા પદાથૅના વપરાશ માટે નાના જથ્થામાં ગેરકાયેદસર કબજો રાખવા માટે શીક્ષા - કલમ:૨૭

કોઇપણ કેફી ઔષધ અથવા માદક પદાર્થના વ્યકિતગત વપરાશ માટે અથવા પદાથૅના વપરાશ માટે નાના જથ્થામાં ગેરકાયેદસર કબજો રાખવા માટે શીક્ષા

જે કોઇ વ્યકિત આ અધિનિયમની કોઇપણ જોગવાઇ અથવા તે હેઠળ કરેલ કોઇ નિયમ અથવા હુકમનું અથવા તે હેઠળ આપેલ કોઇ પરમીટની ઉલ્લંઘન કરીને કોઇ કેફી ઔષધ અથવા પોતાના વ્યકિતગત વપરાશ માટેના ઇરાદા માટે જોગવાઇ કરી હોય તેવા કોઇપણ કેફી ઔષધ અથવા માદક પદાથૅ નો જથ્થો કબજામાં રાખે તેને આ પ્રકરણમાં ગમે તે મજૂર હોય તે છતા (એ) કબજામાં રાખેલ અથવા વાપરેલ કેફી ઔષધ અથવા માદક પદાથૅ મોરફીન અથવા કેન્દ્ર સરકાર ગેઝેટમાં જાહેરનામું બહાર પાડીને આ અથૅ નિર્દિષ્ટ કરે તેવા બીજા કોઇપણ કેફી ઔષધ અથવા કોઇપણ માદક પદાથૅ હોય ત્યારે એક વષૅ સુધીની કેદની અથવા વીસ હજાર રૂપિયાના દંડની અથવા બંને શિક્ષાને પાત્ર થશે અને (બી) કબજામાં રાખેલ અથવા વાપરેલ કેફી ઔષધ અથવા માદક પદાથૅ ખંડ (એ) માં અથવા તે હેઠળ નિર્દિષ્ટ કયૅ હોય ત્યારે છ મહિના સુધીની કેદની અથવા દસ હજાર રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે. સ્પષ્ટીકરણઃ-(૧) આ કલમના હેતુ માટે નાનો જથ્થો એટલે કેન્દ્ર સરકાર આ અથૅ ગેઝેટમાં જાહેરનામું બહાર પાડીને નિર્દિષ્ટ કરે તેટલો જથ્થો (૨) કોઇ વ્યકિત કેફી ઔષધ અથવા માદક પદાથૅ નાના જથ્થાનો કબજો ધરાવતી હોવાનું દશૅ વે ત્યારે આવી વ્યકિતના વ્યકિતગત વપરાશ માટેના ઇરાદા રાખે છે. વેચાણ માટે નથી અથવા વહેંચણી માટે તેવું સાબિત કરવાનો બોજો આવી વ્યકિત ઉપર રહેશે.