ગેરકાયદે વેપારને નાણાકીય સહાયતા કરવા માટે અને ગુનેગારોને આશ્રય આપવા માટે શિક્ષા - કલમ:૨૭(એ)

ગેરકાયદે વેપારને નાણાકીય સહાયતા કરવા માટે અને ગુનેગારોને આશ્રય આપવા માટે શિક્ષા

જો કોઇ વ્યકિત કલમ-૨ના ખંડ (૮-એ) ના પેટા ખંડો (૧) થી (૫) માં દૉવેલી પ્રવૃતિને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે નાણાકીય સહાય આપવામાં પ્રવૃત થશે અથવા તો અગાઉ જણાવેલી કોઇ પ્રવૃતિઓમાં સંડોવાયેલી એવી કોઇ વ્યકિતને આશ્રય આપશે તેને દશ વષૅથી ઓછી નહીં પરંતુ વીસ વષૅ સુધી લંબાવી શકાય તેવી સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને વળી તેનો રૂપીયા એક લાખથી ઓછો નહીં તેટલો પરંતુ બે લાખ સુધી વધારી શકાય તેટલો દંડ કરવામાં આવશે. જોગવાઇ કરવામાં આવી છે કે પોતાના ચુકાદામાં કારણોની લેખિત નોંધ કરીને અદાલત રૂપિયા બે લાખથી વધુ રૂપિયાનો દંડ કરી શકશે.