મદદગારી અને ગુનાહિત કાવતરા માટે શિક્ષા - કલમ:૨૯

મદદગારી અને ગુનાહિત કાવતરા માટે શિક્ષા

(૧) જે કોઇ વ્યકિત આ પ્રકરણ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરવામાં મદદગારી કરે અથવા તે કરવામાં ગુનાહિત કાવતરામાં પક્ષકાર બને તેને પછી આવો ગુનો આવી મદદગારીના પરિણામે અથવા આવા ગુનાહિત કાવતરા અનુસાર થયો ન હોય તો પણ અને ભારતના ફોજદારી અધિનિયમની કલમ ૧૧૬ માં ગમે તે મજકુર હોય તે છતા ગુના માટે જોગવાઇ કરેલી શિક્ષા કરવામાં આવશે. (૨) આ કલમના અથૅ મુજબ ગુનામાં મદદગારી કરે અથવા ગુનાહિત કાવતરાનો પક્ષકાર હોય તેવી જે કોઇ વ્યકિત ભારત સિવાય અને ભારત બહારના સ્થળે કોઇ કૃત્ય કરવામાં મદદગારી કરે અથવા ગુનાહિત કાવતરામાં પક્ષકાર બને કે જે કૃત્ય (એ) જો ભારતમાં કયૅ હોય તો ગુનો બને અથવા (બી) આવા સ્થળના કોઇ કાયદા હેઠળ ભારતમાં કયૅ હોય તો આ પ્રકરણ હેઠળ શિક્ષાપાત્ર ગુના બનવા માટે જરૂરી કાનૂની શરતો જેવી જ અથવા તેને મળતો આવતો ગુનો બનવા માટે જરૂરી તમામ કાનૂની શરતો હોય તેવા કેફી ઔષધ અથવા માદક પદાથૅને લગતો ગુનો હોય તો તે વ્યકિત આ કલમના અથૅ મુજબ તે ગુનાની મદદગારી કરે છે.