અગાઉ દોષિત ઠયૅ પછી અમુક ગુના માટે શિક્ષામાં વધારો કરવા બાબત - કલમ:૩૧

અગાઉ દોષિત ઠયૅ પછી અમુક ગુના માટે શિક્ષામાં વધારો કરવા બાબત

(૧) આ અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર કોઇપણ ગુનો કરવા અથવા કરવાનો પ્રયત્ન કરવા અથવા તેની મદદગીરી કરવા અથવા કરવા માટે ગુનાહિત સંતલસ કરવા માટે દોષિત ઠરાવવામાં આવી હોય તે કોઇ પણ વ્યકિત પછીથી આ અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરવા અથવા કરવાનો પ્રયત્ન કરવા કરવામાં મદદગીરી કરવા અથવા ગુનાહિત સંતલસ કરવા માટે તેવી જે શિક્ષા સાથે દોષિત કરે તો તે વ્યકિતને બીજા અને પછીા દરેક ગુના માટે તેની વધુમાં વધુ કેદની સુધીની અને તેના અડધા ભાગ સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને વળી વધુમાં વધુ દંડ અને તેની અડધી રકમ સુધીનો દંડ કરવાને પાત્ર થશે. (૨) પેટા કલમ (૧) માં ઉલ્લેખેલ વ્યકિત ઓછમાં ઓછી કેદની શિક્ષા કરવાને અને વધુમાં વધુ દંડની રકમને પાત્ર હોય ત્યારે આવી વ્યકિત માટે ઓછામાં ઓછી કેદની શિક્ષા અને તેના અડધા સમય સુધીની કેદ તથા ઓછામાં ઓછી રકમના દંડની તથા તેના અડધા ભાગ જેટલો દંડ કરવાને પાત્ર થશે. જોગવાઇ કરવામાં આવી છે કે કોટૅ ફેંસલામાં કારણોની નોંધ કરીને જેના માટે વ્યકિત પાત્ર હોય તે દંડ કરતાં વધુ દંડ નાંખી શકશે. (૩) કોઇ વ્યકિત કોઇપણ તત્સમાન કાયદા હેઠળ ભારત બહારની ફોજદારી હકુમતની સક્ષમ કોટ કોટૅ દોષિત ઠરાવી હોય તો આવી વ્યકિતને આવી રીતે દોષિત ઠરાવવાના સબંધમાં જાણે કે તેને ભારતમાંની કોટૅ દોષિત ઠરાવે તો તેમ પેટા કલમ (૧) અને (૨) હેતુઓ માટે તજવીજ કરવામાં આવશે.