પ્રથમ ગુનેગાર ઠર્યા પછી અમુક ગુના કરવા માટે મોતની શિક્ષા - કલમ:૩૧(એ)

પ્રથમ ગુનેગાર ઠર્યા પછી અમુક ગુના કરવા માટે મોતની શિક્ષા

(૧) કલમ ૩૧માં ગમે તે જણાવ્યું હોવા છતા તે કોઇ વ્યકિતને કલમ-૧૯, ૨૪ (બંને સહિત) અથવા કલમ-૨૭-એ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરવા માટે તે પ્રયત્ન માટે તેની ઉશ્કેરણી માટે અથવા તો તે કરવા માટે ગુનાહિત કાવતરૂ કરવા માટે ગુનેગાર ઠરાવવામાં આવી હોય તે પછીથી નીચે જણાવેલ ગુનો કરવા માટે તે કરવાનો પ્રયત્ન કરવા માટે તેની ઉશ્કેરણી માટે અથવા તે કરવાને માટે ગુનાહિત કાવતરૂ કરવાથી દોષિત ઠરે તો તેને મોતની શિક્ષા કરવામાં આવશે. (એ) નીચે કોઠામાં કોલમ (૧)માં દશૅ વેલી કેફી ઔષધીઓ અથવા માદક પદાથાની બનાવટમાં ઉત્પાદનમાં કબજે રાખવામાં હેરફેર કરવામાં ભારતમાં આયાત કરવામાં ભારત બહાર નિકાસ કરવામાં કે મોકલવવામાં પ્રવૃત થયેલ હોવું અને જેમાં આવી દરેક ઔષધી કે પદાથૅની સામે દર્શાવેલ કોઠાનો કોલમ (૨)માં દર્શાવેલ જથ્થા જેટલો કે તેનાથી વધારે જથ્થો સંડોવાયેલો હોય અનુ. કેફી ઔષધીઓ/માદક પદાર્થ । જથ્થો (૧) ઓપીયમ (અફીણ) ૧૦ કિલો ગ્રામ (૨) ૧ કિ.ગ્રા. (૪) કોંડેઇન મોરફીન ૧ કિ.ગ્રા. (૩) હેરોઇન કિ.ગ્રા. (૫) થેબાઇન ૧ કિ.ગ્રા. (૬) કોકીન ૫૦૦ ગ્રામ (૭) હશીશ ૨૦ કિલો ગ્રામ (૮) ઉપરની ઔષધીઓનુ મિશ્રણ કે જેમા ન્યુટ્રલ મિશ્રણનો ભાગ બનતાં પદાથૅ ઉમેરેલો હોય કે ન પણ હોય તો ઉપર જણાવેલ સંબંધિત ઔષધ અથવા મન પ્રભાવી પદાથૅની સામે આપેલ જથ્થા વચ્ચે ઓછો જથ્થો (૯) એલ.એસ.ડી એલ.એસ.ડી – ૨૫(+) – એન એન. ડાયથાયલી સેરગામીડ ૧ કેફી ૧૫૦૦ ગ્રામ ૫૦૦ ગ્રામ (૧૦) ટીએચસી (ટેટ્રાહાઇડ્રોકેનાબીનોલ્સ, નીચેના આઇસોમસૅ – ૬૦૦ (૧૦એ), ૬એ (૭), ૭-૮-૯-૧૦ કયુ (૧૧) અને તેના સ્ટીરીઓ કેમિકલ્સ ૫૦૦ ગ્રામ (૧૧) મીથામ્ફેટામાઇન (+) – ૨ મીથીલામાઇન-૧ ફેનીલ પ્રોપેન (૧૨) મીથાકવોલોન (૨ મીથીલ – ૩-૦-ટોલીલ-૪ (૩એચ) કવીનાઝોલોન વેરીએન્ટસ ૧૫૦૦ ગ્રામ (૧૩) એમ્ફેટામાઇન (અ) – ૨-એમીનો ફેનીલ પ્રોપેન ૧૫૦૦ ગ્રામ (૧૪) સોલ્ટસ એન્ડ પ્રેપરેશન્સ ઓફ સાયકો પિત સબસ્ટન્સિસ (૯) થી (૧૩) માં દર્શાવેલા ૧૫૦૦ ગ્રામ (બી) ઉપર ખંડ (એ)માં દર્શાવેલી કોઇપણ પ્રવૃતિને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નાણાકીય સહાય કરનારને કલમ-૩૧માં જણાવેલ શિક્ષાથી ઓછી નહીં અથવા મોતની શિક્ષા કરવામાં આવશે. (૨) ભારત બહાર ફોજદારી હકુમત ધરાવતી કોઇપણ અદાલત કોઇ વ્યકિતને કલમ ૧૯ કલમ ૨૪ અને કલમ ૨૭-એ સબંધે આવી ગુનેગાર ઠરાવે તો આવી ગુનેગારી સબંધે આવી વ્યકિતને પેટા કલમ (૧) ના હેતુઓ માટે તેને ભારતમાંની અદાલતે ગુનેગાર ઠરાવ્યો છે તેમ તેની સાથે વ્યવહાર કરવામાં આવશે.