ઓછામાં ઓછી શિક્ષા કરતાં વધુ શિક્ષા નાંખવા માટે ધ્યાનમાં લેવાના પાસા - કલમ:૩૨(બી)

ઓછામાં ઓછી શિક્ષા કરતાં વધુ શિક્ષા નાંખવા માટે ધ્યાનમાં લેવાના પાસા

ઓછમાં ઓછી કેદની મુદત અથવા દંડની રકમ આ અધિનિયમ હેઠળ કરેલ કોઇપણ ગુના માટે ઠરાવી હોય તો કોટૅ પોતે યોગ્ય ગણે તેવા પાસા ઉપરાંત ઓછામાં ઓછી મુદતની કેદની અથવા દંડની રકમ કરતાં વધુ શિક્ષા નાંખવા માટે નીચેના પાસા ધ્યાનમાં લઇ શકશે. (એ) ગુનેગાર દ્રારા હિંસા અથવા શસ્ત્રો વાપરવા અથવા વાપરવાની ધમકી (બી) ગુનેગાર સરકારી હોદૃો ધરાવે છે અને ગુનો કરવામાં તે હોદ્દાનો તેણે લાભ લીધો છે તેવી હકીકત (સી) સગીરો ગુનાની અસરવાળા છે અથવા સગીરોનો ગુનો કરવા માટે ઉપયોગ કયૂ છે તેવી હકીકત (ડી) ગુનો શૈક્ષણીક સંસ્થામાં અથવા સમાજિક સેવા સંસ્થામાં અથવા આવી સંસ્થાની અથવા ફેકલ્ટીની તરત નજીકમાં અથવા શાળાના બાળકો અને વિધાર્થીઓ શૈક્ષણિક રમતગમત અને સામાજિક પ્રવૃતિનો આશરો લે છે તે બીજા સ્થળમાં કર્યું છે તેવી હકીકત (ઇ) ગુનેગાર સંગઠિત આંતરરાજય અથવા બીજા કોઇપણ ગુનેગારોના ગ્રુપનો છે જે ગુનો કરવામાં સંડોવાયેલ છે તેવી હકીકત અને (એફ) ગુનેગાર ગુનો કરનારે સગવડ કરી આપેલ બીજી કાયદેસર પ્રવૃતિઓમાં સંડોવાયેલ છે તેવી હકીકત