
ગુનો કરતાં અટકવા માટે જામીનગીરી
(૧) કોઇ વ્યકિત પ્રકરણ ૪ની કોઇપણ જોગવાઇ હેઠળ શિક્ષાપાત્ર ગુના માટે દોષિત ઠરે અને તેને દોષિત ઠરાવતી કોટૅનો અભિપ્રાય થાય કે આ એકટ હેઠળ કોઇ ગુનો કરતા અટકાવવા માટે બોન્ડ કરવા માટે આવી કોઇ વ્યકિત અંગે સજા કરતી વખતે પોતે નકકી કરે તેટલી ત્રણ વષૅ કરતા વધુ ન હોય તેટલી મુદત દરમ્યાન પ્રકરણ ૪ હેઠળ કોઇ ગુનો કરતી અટકાવવા માટે જામીન સાથે કે વગર પોતાના સાધનોના પ્રમાણમાં બોન્ડ કરવાનો તેને હુકમ કરી શકશે. (૨) બોન્ડ કેન્દ્ર સરકાર ઠરાવે તેવા ફમૅ મુજબ રહેશે અને ક્રિમિનલ પ્રોસીજર કોડ ૧૯૭૩ (સને ૧૯૭૪ના રજા) ની જોગવાઇઓ જેટલે સુધી લાગુ પડતી હોય તેટલે સુધી જાણે કે કોડની કલમ ૧૦૬ હેઠળ સુલેહ જાળવવા માટે બોન્ડ કરવાનું હોય તેમ આવા બોન્ડ સાથે સંકળાયેલ તમામ બાબતોને લાગુ પડશે. (૩) દોષિત ઠયાનું હુકમ અપીલમાં અથવા અન્યથા રદ કર્યું હોય તો એવી રીતે કરેલ બોન્ડ નિરથૅક બનશે. (૪) આ કલમ હેઠળનો હુકમ જયારે રીવીઝનની સતા વાપરતા હોય ત્યારે એપેલેટ કોટૅ અથવા હાઇકોટૅ અથવા સેશન્સ કોટૅ કરી શકશે.
Copyright©2023 - HelpLaw