
ખાસ અદાલતો બનાવવી
(૧) આ કાયદા હેઠળ ગુનાની ઝડી સમીક્ષા ઉપસાવી કાઢવાના હેતુ માટે ઓફિસીયલ ગેઝેટમાં જાહેરાત કરીને એમાં દશૅ વેલ પ્રદેશ વિસ્તાર કે વિસ્તારો માટે જરૂરી એટલી સંખ્યામાં ખાસ અદાલતો બનાવશે. (૨) ખાસ અદાલત એક જજની બનેલી હશે. એની નિમણૂક હાઇકોટૅના ચીફ જસ્ટીસની સંમતિથી સરકાર કરશે. સ્પષ્ટીકરણઃ- આ પેટા કલમમાં હાઇકોટૅ એટલે કે સ્પેશ્યલ કે ખાસ અદાલતના સેસન્સ જજ કે એડિશનલ જજ તેમની નિમણૂક પૂવૅ તરત જ જે અદાલતમાં કામ કરતા હતા તે રાજયની હાઇકોટૅ (૩) નિમણૂંક પૂવૅ તરત જ કોઇ વ્યકિતએ જયાં સુધી સેસન્સ જજ કે એડિશનલ સેસન્સ જજ તરીકે કાયૅ ન કર્યું હોય ત્યાં સુધી તેઓ ખાસ કોટૅના જજ તરીકે નીમવાને લાયક ગણાશે નહી.
Copyright©2023 - HelpLaw