ખાસ અદાલતો દ્વારા સમીક્ષા કરી શકાય તેવા ગુના - કલમ:૩૬(એ)

ખાસ અદાલતો દ્વારા સમીક્ષા કરી શકાય તેવા ગુના

(૧) ક્રિમિનલ પ્રોસીજર કોડ ૧૯૭૩ (સન ૧૯૭નો રજો) માં ગમે તે સમાવિષ્ટ હોય તે છતા (એ) આ કાયદા હેઠળના બધા જ ગુનાઓની સમીક્ષા (ટ્રયાલ) જે તે વિસ્તાર માટે બનાવેલી ખાસ અદાલતમાં જ થઇ શકશે. જયાં આવા વીસ્તાર માટે એક થી વધુ આવી અદાલતો હશે ત્યાં સરકાર આ બાબતમાં નકકી કરે તેવી અદાલતથી આવી સમીક્ષા કરવામાં આવશે. (બી) જયારે આ કાયદા હેઠળ જેના પર આક્ષેપ મૂકાયો છે અથવા તો જેના પર આ કાયદા હેઠળ ગુનો કષૅ ની શંકા છે તેવી વ્યકિતને ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૧૬૭ની પેટા કલમ (૨) અથવા (૨-એ) હેઠળ મેજીસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવે ત્યારે આવા મેજીસ્ટ્રેટ જો તે જયુડીશીયલ મેજીસ્ટ્રેટ હોય તો તેમને યોગ્ય લાગે તેવી કસ્ટડીમાં બધું થઇને પંદર દિવસથી વધુ નહીં તેટલા સમય માટે આવી વ્યકિતને અટકાયતમાં રાખવાને અધિકૃત કરી શકે છે અને જો આવા મેજીસ્ટ્રેટ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ હોય તો તેઓ સમગ્ર રીતે સાત દિવસથી વધુ નહીં તેટલા સમય માટે આવી વ્યકિતને કસ્ટડીમાં રાખવા માટે અધિકૃત કરી શકશે. પરંતુ એવી જોગવાઇ કરી છે કે (૧) જયારે અગાઉ અગાઉ કહી છે તેવી વ્યકિતને મેજિસ્ટ્રેટ રૂબરૂ લાવવામાં આવે અથવા (૨) મેજીસ્ટ્રેટ તેની અટકાયતનો જે સમય અધિકૃત કર્યું। હોય ત્યારથી અથવા તે પુરો થયા પહેલા ગમે ત્યારે તેને એમ લાગે કે આવી વ્યકીતની અટકાયત બિનજરૂરી છે તો જે સ્પેશ્યલ કોર્ટોને આ વિશે હકૂમત છે તેની સમક્ષ તે આવી વ્યકીતને મોકલી આપવાનો આદેશ કરશે. (સી) તેની સમક્ષ ખંડ (બી) હેઠળ મોકલી આપવામાં આવેલ વ્યકિત સબંધમાં સ્પેશ્યલ કોટૅને એવી જ હકુમત રહેશે. જેવી આરોપી વ્યકીતના સબંધમાં ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ ૧૬૭ હેઠળ હકુમતવાળા મેજીસ્ટ્રેટને છે જેણે આવી વ્યકિતને તે કલમ હેઠળ આ કોટૅમાં મોકલી આપેલ છે.

(ડી) આ કાયદા હેઠળ બનતાં ગુનાની હકીકતો વિશેનો પોલીસ રીપોર્ટ વાંચીને અથવા તો કેન્દ્ર સરકારના કે રાજય સરકારના આ બાબતે અધિકૃત કરેલા અધિકારીની ફરિયાદ પરથી તેની સમક્ષ આરોપીને સમીક્ષા માટે રૂબરૂ કર્યું । વિના કોટૅ ગુનાનું કોર્  ીઝન્સ લઇ શકશે. (૨) આ કાયદા હેઠળ ગુનાની સમીક્ષા કરતી આ કાયદા સિવાયના અન્ય કાયદા હેઠળના ગુનાની કે જે માટે આરોપી ઉપર ક્રીમિનલ પ્રોસીજર કોડ ૧૯૭૩ હેઠળ એ જ સમીક્ષામાં આરોપી મુકી શકાય સ્પેશ્યલ કોર્ટ સમીક્ષા કરી શકે છે. (૩) ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૪૩૯ હેઠળ હાઇકોર્ટની જામીન પર છોડવાની સતાને આ કલમમાં સમાવિષ્ટ કશું જ અસર કરતાં છે તેમ મનાશે નહીં અને હાઇકોર્ટે જામીન પર છોડવાની આવી સતા એ કલમની પેટા કલમ (૧)ના ખંડ (બી) સહિતની સતાનો ઉપયોગ એવી રીતે કરી શકશે કે જાણે કે એ કલમમાં મેજીસ્ટ્રેટ શબ્દમાં સ્પેશ્યલ કોર્ટ નો સંદર્ભે પણ કલમ ૩૬ હેઠળ આવી જાય છે. (૪) કલમ ૧૯ અથવા કલમ ૨૪ અથવા કલમ ૨૭-એ હેઠળ શિક્ષાપાત્ર ગુનાના આરોપી વ્યકિતના સબંધમાં અથવા વાણિજિયક જથ્થો સંડોવતા ગુના માટે ફોજદારી કાર્યરીતિ આવતાં હોય ત્યાં એકસો એંસી દિવસ ના ઉલ્લેખ તરીકે અથૅ કરવો જોઇશે. પરંતુ સદરહુ એકસો અને એંસી દિવસમાં તપાસ પુરી કરવાનું શકય ના હોય તો ખાસ કોર્ટે તપાસની પ્રગતિ અને એકસો એંસી દિવસની સદરહુ મુદત પછી આરોપીને અટકાયતમાં રાખવાના ખાસ કારણો જણાવતો પબ્લીક પ્રોસીકયુટરના રિપોટૅ ઉપરથી એક વર્ષ સુધી સદરહુ મુદત લંબાવી શકશે. (૫) ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭ માં ગમે તે મજકુર હોય તે છતા ત્રણ વષૅ કરતા વધુ ન હોય તેટલી મુદત માટે કેદની આ અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર ગુનો સંક્ષિપ્ત રીતે ચલાવી શકાશે.