
ગુનાઓ કોગ્નીઝેબલ અને નોન બેઇલેબલ રહેશે.
(૧) ક્રિમીનલ પ્રોસીજર કોડ ૧૯૭૩ (સન ૧૯૭૪નો રજો) માં ગમે તે સમાવિષ્ટ હોવા છતા (એ) આ અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર દરેક ગુનો કોગ્નીઝેબલ રહેશે (બી) કલમ-૧૯ અથવા કલમ-૨૪ અથવા કલમ ૨૭-એ હેઠળના ગુના માટે વાણિજિયક જથ્થો સંડોવતા ગુના માટે શીક્ષાપાત્ર ગુનાની આરોપી વ્યકિતને જામીન (૧) આવી મુકિત બાબતની અરજી બાબતમાં સામનો કરવાની પબ્લીક પ્રોસીકયુટરને તક આપવામાં આવી હોય અને (૨) જયાં પબ્લીક પ્રોસીકયુટરને અરજીનો વિરોધ કરે (છતાં) કોટૅને એમ સંતોષ થાય કે આ વ્યકિત આવા ગુના માટે દોષિત નથી એમ કે માનવાને કારણો છે અને જો તેને જામીન ઉપર છોડવામાં આવશે તો તે દરમયાન તે કોઇ ગુનો કરશે તેવી શકયતા નથી. (૨) ઉપર પેટા કલમ (૧) ખંડ (બી) માં જામીન ઉપર છોડવા ઉપર જે મયૅાદાઓ મુકવામાં આવી છે તે ક્રિમીનલ પ્રોસીજર કોડ ૧૯૭૩ હેઠળની મયૅાદાઓથી અથવા જામીન ઉપર મુકત કરવાના તત્સમયે પ્રવતૅતા કોઇ અન્ય કાયદા હેઠળની મયૅાદાઓથી વધારાની કે ઉપરાંતની મયૅાદાઓ છે.
Copyright©2023 - HelpLaw