કંપનીઓએ કરેલા ગુના - કલમ:૩૮

કંપનીઓએ કરેલા ગુના

(૧) પ્રકરણ-૪ હેઠળનો ગુનો કોઇ કંપનીએ કમૅ હોય ત્યારે ગુનો કરવામાં આવ્યો હોય તે વખતે કંપનીનો ચાર્જ સંભાળતી હોય અને તેના કાયૅ સંચાલન માટે કંપની જવાબદાર હોય તેવી દરેક વ્યકીત તેમજ કંપની તે ગુના માટે દોષિત ગણાશે અને તેની સામે કામ ચલાવી શકાશે અને તે અનુસાર તેમને શીક્ષા કરી શકાશે. જોગવાઇ કરવામાં આવી છે કે એવી કોઇ વ્યકિત એમ સાબિત કરે કે ગુનો તેની જાણ બહાર થયો હતો અને તે ગુનો થતો અટકાવવા તેણે તમામ ઘટતી કાળજી લીધી હતી તો તે વ્યકિત આ પેટા કલમના કોઇપણ મજકુરથી કોઇપણ શિક્ષાને પાત્ર ગણાશે નહી. (૨) પેટા કલમ (૧)માં ગમે તે મજકુર હોય તે છતાં આ પ્રકરણ-૪ હેઠળનો કોઇ ગુનો કોઇ કંપનીએ કમૅ । હોય અને એમ સાબિત થાય કે ગુનો કંપનીના કોઇ ડીરેકટર, મેનેજર, સેક્રેટરી અથવા તેમના પક્ષે થયેલી બેદરકારીને કારણે થયો છે તેવા ડીરેકટર, મેનેજર, સેક્રેટરી અથવા બીજા અધિકારી પણ તે ગુના માટે દોષિત ગણાશે અને તેની સામે કામ ચલાવી શકાશે અને તે અનુસાર તેને શિક્ષા કરી શકાશે. સ્પષ્ટીકરણઃ- (એ) કંપની એટલે કોઇ સંસ્થાપિત મંડળી અને તેમાં પેઢી અથવા વ્યકિતગત બીજા એસોસિએશનનો સમાવેશ થાય છે અને (બી) પેઢીના સબંધમાં ડિરેકટર એટલે પેઢીના ભાગીદાર