
અમુક ગુનેગારોને પ્રોબેશન ઉપર છોડવાની કોર્ટની સતા
(૧) કોઇપણ વ્યસની કલમ-૨૭ હેઠળ અથવા કોઇપણ કેફી ઔષધ અથવા મનઃ પ્રભાવી દ્રવ્યના નાના જથ્થાને લગતા ગુના માટે શીક્ષાપાત્ર ગુના માટે દોષિત ઠરે અને જે કોર્ટને તે દોખિન જણાઓ હોય તે કોર્ટના ગુનેગારની ઉંમર, ચારિત્ર્ય પૂર્વે ઇતિહાસ અથવા શારીરિક અથવા માનસિક સ્થિતિને ધ્યાનમાં લઇને એવો અભિપ્રાય થાય કે તેમ કરવું ઇષ્ટ છે તો આ એકટમાં અથવા તે સમયે અમલમાં હોય તેવા કોઇપણ કાયદામાં ગમે તે મજકુર હોય તે છતાં કોટૅ તેને તે સમયે સજા કરવાને બદલે તેની સંમતિથી એવો આદેશ કરી શકશે કે સરકાર નિભાવતી હોય અથવા તેણે માન્ય કરેલ હોસ્પિટલ અથવા સંસ્થામાંથી બિનકેફી અથવા બિનવ્યસની કરવા માટે તબીબી સારવાર માટે અને કેન્દ્ર સરકારે ઠરાવેલ ફોમૅ મુજબ જામીન સહિત કે વીના એક વષૅ કરતા વધુ ન હોય તેટલી મુદતની અંદર કોટૅ સમક્ષ હાજર થઇ તબીબી સારવારના પરીણામ સબંધી રિપોટૅ પૂરો પાડયે પ્રકરણ ૪ હેઠળ કોઇ ગુનો કરવામાંથી દૂર રહેવા માટે તેને છોડવો જોઇશે. (૨) પેટા કલમ (૧) હેઠળ પૂરો પાડેલ તબીબી સારવારના પરિણામ સબંધી રિપોટૅને ધ્યાનમાં લઇને કોને એવું જણાય કે તેમ કરવું ઇષ્ટ છે તો કોર્ટ પોતે નિર્દિષ્ટ કરવી યોગ્ય ગણે રોટલી ત્રણ વર્ષે કરતાં વધુ ન હોય તેટલી મુદત દરમ્યાન પ્રકરણ – ૪ હેઠળ કોઇ ગુનો કરવમાંથી દૂર રહેવા માટે જામીન સહિત અથવા જામીન વગર કેન્દ્ર સરકાર ઠરાવે તેવા નમુનામાં બોન્ડ કર્યું યોગ્ય ઠપકો આપ્યા પછી ગુનેગારને છુટો કરી શકશે અને એવી રીતે ગુનો કરવામાંથી દૂર રહેવાનું ચુકે તો કોટૅ સમક્ષ હાજર થવા માટે એન એવી મુદત દરમ્યાન જયારે બોલાવવામાં આવે ત્યારે સજા ભોગવવા પાછો બોલાવી શકશે.
Copyright©2023 - HelpLaw