અમક ગુનેગારોના નામ, ધંધાનું સ્થળ વગેરે પ્રસિધ્ધ કરવાની કોટૅની સતા - કલમ:૪૦

અમક ગુનેગારોના નામ, ધંધાનું સ્થળ વગેરે પ્રસિધ્ધ કરવાની કોટૅની સતા

પૈકી કોઇ ગુના (૧) કોઇ વ્યકિત કલમ ૧૫ થી કલમ ૨૫ (બંને સહિત) કલમ ૨૮, કલમ ૨૯ અથવા કલમ ૩૦ હેઠળ શિક્ષાપાત્ર ગુના માટે દોષિત ઠરે ત્યારે આવી વ્યકિતનું નામ અને ધંધાનું સ્થળ અથવા રહેઠાણ, દોષિત ઠૉ નો પ્રકાર એવી રીતે વ્યકિત દોષિત ઠયૅાની હકીકત અને કેસના સંજોગો મુજબ કોટૅ યોગ્ય ગણે તેવી બીજી વિગતો, એવી વ્યકિતના ખર્ચે કોટૅ આદેશ કરે તેવા વર્તમાનપત્રમાં અથવા તેવી રીતે પ્રસિધ્ધ કરાવવા માટે તે વ્યકિતને દોષિત ઠરાવતી કોટૅ સમક્ષ ગણાશે. (૨) પેટા કલમ (૧) હેઠળની કોઇ પણ પ્રસિધ્ધિ કોટૅના હુકમ સામેની અપીલ કરવા માટેની મુદત કોઇ પણ અપીલ કયૅા સિવાય પૂરી ન થાય અથવા આવી અપીલ કરવામાં આવી હોય તો તેનો નીકાલ ન થાય ત્યાં સુધી કરી શકાશે નહી. (૩) પેટા કલમ (૧) હેઠળ કોઇપણ પ્રસિધ્ધિનું ખચૅ જાણે કે કોટૅ નાંખેલ દંડ હોય તેમ દોષિત ઠરેલી વ્યકિત પાસેથી વસુલ કરવામાં આવશે.