વોરંટ અને અધિકાર પત્રો કાઢવાની સતા - કલમ:૪૧

વોરંટ અને અધિકાર પત્રો કાઢવાની સતા

(૧) મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ અથવા પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ અથવા આ અર્થે રાજય સરકારે ખાસ રીતે સતા આપેલ બીજા કોઇપણ મેજિસ્ટ્રેટને એમ માનવાને કારણ હોય કે કોઇ વ્યકિતએ પ્રકરણ ૪ હેઠળ શિક્ષાને પાત્ર ગુનો કર્યું છે તો તેને ગિરફતાર કરવામાં આવેલ હોય તેવું કોઇ કેફી ઔષધ અથવા માદક પદાથૅ અથવા આવો ગુનો કરવા માટે પુરાવા આપી શકાય તેવા કોઇ દસ્તાવેજો અથવા બીજી વસ્તુઓ કોઇ મકાન જલયાન અથવા સ્થળની અથવા આવો ગુનો કરવાનો પુરાવો મળી રહે તેવા કોઇપણ દસ્તાવેજ અથવા બીજી વસ્તુની અથવા કોઇપણ ગેરકાયદેસર સંપાદિત કરેલ મિલકત અથવા કોઇપણ દસ્તાવેજ અથવા બીજી વસ્તુ જે આ અધિનિયમના પ્રકરણ -૫-એ હેઠળ પકડવાને અથવા થંભાવી દેવાને અથવા જપ્ત કરવાને પાત્ર હોય તેવા કોઇપણ ગેરકાયદેસર સંપાદિત કરેલ મિલકત ધરાવવાનો પુરાવો પૂરો પાડી શકાય તેનો દિવસે અથવા રાત્રે ઝડતી લેવા માટે વોરંટ કાઢી શકશે. (૨) સેન્ટ્રલ એકસાઇજ, નાર્કેટીકસ, કસ્ટમ, રેવન્યુ ઇનટેલીજન્સ ખાતાના અથવા કેન્દ્ર સરકારે સામાન્ય અથવા ખાસ હુકમથી આ અથૅ અધીકાર આપેલ હોય તેવા બોડૅર સિકયુરીટી ફોર્સના ગેઝેટેડ દરજજાના કોઇપણ અધિકારી અથવા રેવન્યૂ, ડ્રગ્સ કન્ટ્રોલ, એકસાઇઝ, પોલીસ અથવા રાજય સરકારના સામાન્ય અથવા ખાસ હુકમથી આ અથૅ અધિકાર આપેલા રાજય સરકારના બીજા કોઇપણ ખાતાના કોઇપણ અધિકારીને અંગત જાણકારી અથવા કોઇ વ્યકિતએ આપેલી અને લેખીતમાં લીધેલી કોઇ માહિતી ઉપરથી એમ માનવાને કારણ હોય કે કોઇ વ્યકિતએ પ્રકરણ-૪ હેઠળ શીક્ષાપાત્ર ગુનો કર્યું । છે અથવા જેના સબંધમાં પ્રકરણ-૪ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરવામાં આવ્યો છે તે કૈફી ઔષધ અથવા માદક પદાથૅ અથવા આવા ગુના કરવાના પુરાવા પુરા પાડી શકે તેવા કોઇ દસ્તાવેજ અથવા બીજા કોઇ મકાન, જલયાન, અથવા સ્થળમાં અથવા તે દિવસે કે રાત્રે તે મકાન, જલયાન, અથવા સ્થળની ઝડતી લેવા માટે પોતાના તાબાના પણ પટાવાળો, સિપાઇ અથવા કોન્સ્ટેબલથી ઉપલા દરજજાના કોઇપણ અધિકારીને અધિકૃત કરી શકશે અથવા જાતે તે વ્યકીતની ધરણાકડ કરી શકશે અથવા તે મકાન જલયાન અથવા સ્થળની ઝડતી લઇ શકશે. (૩) પેટા કલમ (૧) હેઠળ જેને વોરંટ સંબોધવામાં આવ્યું હોય તે અધિકારી અને જેને ગિરફતાર અથવા ઝડતી લેવાનો અધિકાર આપ્યો હોય તે અધિકારી અથવા પેટા કલમ (૨) હેઠળ જેને એવી રીતે અધિકૃત કરેલ હોય તે અધિકારીને કલમ ૪૨ હેઠળ કાયૅ કરતા અધિકારીની તમામ સતા રહેશે.