
સર્ચ-સીઝર, વોરંટ અથવા અધિકાર પત્ર સિવાય પ્રવેશ કરવાની, ઝડતી લેવાનો કબજે લેવાની અને ગિરફતાર કરવાની સતા
(૧) કેન્દ્ર સરકાર, સામાન્ય અથવા ખાસ હુકમ કરીને આ અથૅ અધિકૃત કર્યું પ્રમાણેના કેન્દ્રીય આબકારી, નાર્કટિકસ, કસ્ટમ, રેવન્યુ ઇન્ટેલીજન્સ ખાતાના અથવા બીજા કોઇ ખાતાના (પટાવાળા, સીપાહી અથવા કોન્સ્ટેબલથી ઉપલા દરજજાના) કોઇપણ અધીકારીને અથવા રાજય સરકારના સામાન્ય અથવા ખાસ હુકમથી આ અથૅ અધિકાર આપેલ હોય તેવા રાજય સિપાઇ અથવા કોન્સ્ટેબલથી ઉપલા દરજજાના કોઇપણ અધિકારીને પોતાની અંગત જાણ ઉપરથી અથવા કોઇ વ્યકિતએ આપેલી અને લખી લીધેલી માહિતી ઉપરથી એમ માનવાને કારણ હોય કે જેના સબંધમાં પ્રકરણ-૪ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરવામાં આવેલ હોય એવા કોઇ કેફી ઔષધ અથવા માદક પદાર્થ અથવા આવો ગુનો કરવાનો પુરાવો પૂરો પાડે તેવા કોઇ દસ્તાવેજ અથવા બીજી વસ્તુ કોઇપણ મકાન, જલયાન અથવા વાડબંધ જગામાં રાખવામાં અથવા છુપાવવામાં આવેલ છે તો તે અધિકારી સૂયૅદય અને સૂયૅસ્ત વચ્ચે કોઇપણ સમયે (એ) તેવા કોઇ મકાન, જલયાન અથવા સ્થળમાં પ્રવેશી ઝડતી લઇ શકશે. (બી) સામનો કરવામાં આવે તો કોઇ બારણું તોડીને ખોલી શકશે અને એવા પ્રવેશમાં નડતો બીજો કોઇ અવરોધ દૂર કરી શકશે. (સી) તેને એમ માનવાને કારણ હોય કે આવું ઔષધ અથવા પદાર્થ અને તે બનાવવામાં ઉપયોગ કરેલ તમામ વસ્તુઓ અને બીજી કોઇપણ ચીજવસ્તુઓ અને કોઇપણ પશુ અથવા વાહન આ એકટ હેઠળ જપ્ત થવાને પાત્ર છે તો તે આવા ઔષધ અથવા પદાથૅને લગતા પ્રકરણ ૪ હેઠળ શિક્ષાપાત્ર કોઇ ગુનો કરવાના પુરાવો પૂરો પાડવાને માનવાને કારણ હોય તેવો કોઇ પણ દસ્તાવેજ અથવા બીજી વસ્તુ કબજે લઇ શકશે. (ડી) તેને એમ માનવાને કારણ હોય કે કોઇ વ્યકીતએ પ્રકરણ ૪ હેઠળ આવા ઔષધ અથવા પદાથૅને લગતા શિક્ષાપાત્ર કોઇ ગુનો કર્યે । છે તો તે વ્યકિતને અટકાવી તેની ઝડતી લઇ શકશે અને પોતાને યોગ્ય લાગે તો તેને ગિરફતાર કરી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે આ અધિનિયમ હેઠળ અથવા કોઇ નિયમ અથવા તે હેઠળ કરાયેલ કોઇ હુકમ અંગે તૈયાર ઔષધો અથવા સાઇકોટ્રોપીક સબસ્ટેન્સીસ અથવા કન્ટ્રોલ્ડ સબસ્ટેન્સીસના મેન્યુફેકચરનું લાઇસન્સ ધરાવનાર હોય તેના સબંધમાં સબ ઇન્સ્પેકટરથી નીચેની કક્ષા ન હોય તેવા અધિકારીને આવી સતા રહેશે. (૨) કોઇ અધિકારી પેટા કલમ (૧) હેઠળ કોઇ માહિતી લખી લે અથવા તે કલમના પરંતુક હેઠળ પોતાની માન્યતાના કારણોની લેખિત નોંધ કરે ત્યારે તેણે પોતાના ઉપરી અધિકારીને તેની એક નકલ તરત મોકલવી જોઇશે.
Copyright©2023 - HelpLaw