સાવૅજનિક સ્થળોમાં કબજે કરવાની અને ગિરફતાર કરવાની સતા - કલમ:૪૩

સાવૅજનિક સ્થળોમાં કબજે કરવાની અને ગિરફતાર કરવાની સતા

કલમ ૪૨માં જણાવેલા કોઇપણ ખાતાના કોઇપણ અધિકારી (એ) તેને એમ માનવાને કારણ હોય કે કોઇ કેફી ઔષધ અથવા માદક પદાથૅ સબંધમાં પ્રકરણ ૪-એ હેઠળ શીક્ષને પાત્ર ગુનો કરવામાં આવ્યો છે તે કેફી ઔષધ અથવા માદક પદાથૅ અને આવા ઔષધ અથવા પદાથૅ સાથે કોઇ પશુ અથવા વાહન અથવા ચીજવસ્તુ આ એકટ હેઠળ જપ્ત કરવાને પાત્ર છે અને તેને એમ માનવાને કારણ હોય કે આવા ઔષધ અથવા પદાથૅને લગતા પ્રકરણ હેઠળ શિક્ષાપાત્ર ગુનો થવાનો પુરાવો પૂરો પાડે તેવા કોઇ દસ્તાવેજ અથવા બીજી વસ્તુ કોઇપણ સાવૅજનિક સ્થળમાં આવા માગૅસ્થ દરમ્યાન જપ્ત કરી શકશે. (બી) તેને એમ માનવાને કારણ હોય કે કોઇ વ્યકીતએ પ્રકરણ ૪ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કર્યું છે તો તે વ્યકિતને અટકાવી તેની ઝડતી લઇ શકશે અને જો આવી વ્યકિત પાસે કોઇ કેફી ઔષધ અથવા માદક પદાથૅનો કબજો હોય અને આવો કબજો કાયદા વિરૂધ્ધ હોવાનું પોતાને જણાય તો તેને અને સામેની બીજી વ્યકિતને ગિરફતાર કરી શકશે. સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુઓ માટે સાવૅજનિક સ્થળ એ શબ્દ પ્રયોગમાં સાવૅજનિક વાહન હોટેલ, દુકાન અથવા બીજા સ્થળ કે જેનો સાવૅજનિક ઉપયોગ અથવા પ્રવેશનો ઇરાદો હોય તેનો સમાવેશ થાય છે.