કોકાના છોડ, અફીણના છોડ અને ભાંગ ગાંજાના છોડને લગતા ગુનામાં પ્રવેશવાની, ઝડતી લેવાની, કબજે લેવાની અને ગિરફતાર કરવાની સતા - કલમ:૪૪

કોકાના છોડ, અફીણના છોડ અને ભાંગ ગાંજાના છોડને લગતા ગુનામાં પ્રવેશવાની, ઝડતી લેવાની, કબજે લેવાની અને ગિરફતાર કરવાની સતા

કલમ-૪૧, ૪૨ અને ૪૩ની જોગવાઇઓ શકય હોય તેટલે સુધી પ્રકરણ-૪ હેઠળ શિક્ષાપાત્ર ગુનાના સબંધમાં અને કોકાના છોડ, અફીણના છોડ અથવા ભાંગગાંજાના છોડના સબંધમાં લાગુ પડશે અને આ હેતુ માટે કેફી ઔષધ અથવા માદક પદાથૅ અથવા નિયંત્રિત પદાથૅ નો ને કલમોમાંના ઉલ્લેખનો અથૅ, કોકાનો છોડ, અફીણના છોડ અને ભાંગગાંજાના છોડના સંદભૅમાં સમાવેશ કરવામાં આવતો હોય તેમ કરવો.