સરકાર દાખલ થવાને પાત્ર માલ કબજે લેવાનુ; વ્યવહારુ ન હોય ત્યારે અનુસરવાની કાયૅરીતિ - કલમ:૪૫

સરકાર દાખલ થવાને પાત્ર માલ કબજે લેવાનુ; વ્યવહારુ ન હોય ત્યારે અનુસરવાની કાયૅરીતિ

આ કાયદા મુજબ સરકાર દાખલ થવાને પાત્ર (ઉભા પાક સહિતના) કોઇ માલ કબજે લેવાનું વ્યવહારૂ ન હોય ત્યારે કલમ ૪૨ હેઠળ યોગ્ય રીતે અધિકૃત કરેલ કોઇપણ અધિકારી, માલિક અથવા માલનો કબજો ધરાવતી કોઇપણ વ્યકીત ઉપર એવો હુકમ બજાવી શકશે કે આવા અધીકારીની અગાઉથી પરવાનગી લીધા સિવાય માલ ખસેડવો નહી છુટો પાડવો નહી અથવા અન્યથા તજવીજ કરવી નહી.