ગેરકાયદેસર વાવેતર કરવાની માહિતી આપવાની જમીન માલિકની ફરજ - કલમ:૪૬

ગેરકાયદેસર વાવેતર કરવાની માહિતી આપવાની જમીન માલિકની ફરજ

દરેક જમીન ધરાવનારે પોલીસ અધિકારીને અથવા કલમ ૪૨માં જણાવેલ કોઇપણ ખાતાના કોઇપણ અધિકારીને પોતાની જમીનમાં ગેરકાયદેસર વાવેતર કરેલ હોય તેવા તમામ અફીણના છોડની ભાંગગાંજાના છોડની અથવા કોકાના છોડની માહિતી તત્કાળ આપવી જોઇશે અને આવા દરેક જમીન ધરાવનાર આવી માહીતી આપવામાં જાણી જોઇને બેદરકાર રહે તો તે શિક્ષાને પાત્ર થશે.