ગેરકાયદેસર વાવેતર કરવાની માહિતી આપવાની અમુક અધિકારીઓની ફરજ
સરકારના દરેક અધિકારી અને દરેક પ;ચ, સરપંચ અને ગમે તે પ્રકારના તલાટીએ પોતાની જાણમાં કોઇ માહિતી જેવી કે કોઇપણ જમીનમાં અફીણના છોડ, ભાંગગાંજાના છોડ અથવા કોકાના છોડનું ગેરકાયદેસર વાવેતર કર્યું છે ત્યારે કોઇપણ પોલીસ અધિકારી અથવા કલમ ૪૨ હેઠળ જણાવેલા ખાતાના કોઇપણ અધિકારીને તરત જ જાણ કરવી જોઇશે અને આવા દરેક સરકારી અધિકારી પંચ સરપંચ અને બીજા ગ્રામ અધિકારી (તલાટી) આવી કોઇ માહિતી આપવામાં બેદરકાર રહે તો તે શિક્ષાને પાત્ર ગણાશે.
Copyright©2023 - HelpLaw