વાહન અટકાવી ઝડતી લેવાની સતા
કલમ ૪૨ હેઠળ અધિકૃત કરેલ કોઇપણ અધિકારી તેને એવી શંકા લાવવાને કારણ હોય કે જેના સબંધમાં કોઇપણ સમયે આ કાયદાની જોગવાઇઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અથવા થાય છે અથવા થઇ રહ્યુ છે તેવી શંકા જાય તેવા કોઇપણ કેફી ઔષધ અથવા માદક પદાથૅ અથવા નિયંત્રિત પદાથૅ ની હેરફેર કરવામાં કોઇ પશુ અથવા વાહનનો ઉપયોગ થયો છે અથવા થઇ રહ્યો છે તો આવા પશુ અથવા વાહનને રોકી શકશે અથવા વિમાનની બાબતમાં તેને નીચે ઉતારવાની ફરજ પાડી શકશે અને (એ) વાહન અથવા તેના ભાગની બારીક તપાસ કરી શકશે અને ઝડતી લઇ શકશે. (બી) પશુઓ અથવા વાહનમાંનાં કોઇપણ માલની તપાસ કરી ઝડતી લઇ શકે. (સી) જો પશુ અથવા વાહન રોકવાની જરૂર જણાય તો તેને રોકવા માટેના તમામ કાયદેસરના સાધનો વાપરી શકશે અને આવા સાધનો નિષ્ફળ જાય તો પશુ અથવા વાહન ઉપર ગોળીબાર કરી શકશે.
Copyright©2023 - HelpLaw